ગુજરાત

gujarat

ETV Bharat / sitara

NCBની કારમાં હસતા આર્યન ખાનનો ફોટો વાયરલ થયો, યુઝર્સે કહ્યું - આને કોઈ ડર નથી - Bureau of Narcotics Control

હવે સોશિયલ મીડિયા પર આર્યન ખાનની હસતી તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યોં છે, અને તેઓ અભિનેતા શાહરુખ ખાનના દિકરા પર ટિકાઓ કરી રહ્યા છે.

NCBની કારમાં હસતા આર્યન ખાનનો ફોટો વાયરલ થયો, યુઝર્સે કહ્યું - આને કોઈ ડર નથી
NCBની કારમાં હસતા આર્યન ખાનનો ફોટો વાયરલ થયો, યુઝર્સે કહ્યું - આને કોઈ ડર નથી

By

Published : Oct 6, 2021, 6:19 PM IST

  • સોશિયલ મીડિયામાં વાયરલ તસવીરમાં આર્યન હસતો જોવા મળી રહ્યો છે
  • આર્યન ખાન ડ્રગ્સ કેસમાં 7 ઓક્ટોબર સુધી NCB ની કસ્ટડીમાં
  • 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝમાં ધરપકડ કરવામાં આવી

ન્યૂઝ ડેસ્ક: શાહરુખ ખાનના દિકરા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં 7 ઓક્ટોબર સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાં છે. આર્યનને કસ્ટડીમાં અન્ય કેદીઓની જેમ જમવાનું આપવામાં આવી રહ્યું છે. આર્યને વાંચવા માટે વિજ્ઞનની બુક્સ માગી છે. હવે સોશિયલ મીડિયા પર આર્યન ખાન હસતો હોય તેવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ તસવીર જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યોં છે, અને તેઓ શાહરુખ ખાનનો દિકરાને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

NCBએ પાર્ટી માંથી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો

આર્યન ખાન 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર આયોજિત ડ્રગ્સ પાર્ટીમાં સામેલ હોવાનું કહેવાય છે. આ ડ્રગ્સ પાર્ટીનો ખુલાસો NCBની ટીમે ક્રૂઝમાં વેશ બદલો કરી બેસીને કર્યો હતો, ત્યારબાદ એનસીબી દ્વારા આર્યન ખાન સહિત આઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી. NCBએ આ પાર્ટી માંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર દેખાઈ છે કે આર્યન NCB ની કારમાં બેઠો છે, અને તેને કોર્ટમાં લઈ જતી વખતે અથવા લાવતી વખતે કર્યો છે. આ તસવીરમાં આર્યન ખાન હસતો જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકોએ કૉમેન્ટ્સ કરી

હવે જ્યારે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, ત્યારે યુઝર્સે શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનને અપશબ્દો કહેવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું છે, 'આર્યન જાણે છે કે તેના પિતા બચાવશે. એક યુઝરે લખ્યું છે કે, તે હવે દેશમાં રહેવા લાયક નથી.

તે જ સમયે, અન્ય વપરાશકર્તા લખે છે કે તેને કોઈ ડર નથી. એક યુઝરે હદ વટાવી દીધી અને લખ્યું, નશો હજુ શમ્યો નથી. ' તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓ ટિપ્પણીઓમાં વાંધાજનક શબ્દો અને અપશબ્દોનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃVinod Khanna Birthday: જાણો કેમ વિનોદ ખન્ના ફિલ્મ અધવચ્ચે છોડીને અમેરીકા પહોચ્યા હતા

આ પણ વાંચોઃગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં નિધન, રાવણના પાત્રથી મળી હતી લોકપ્રિયતા

ABOUT THE AUTHOR

...view details