ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રિયંકા ચોપરાએ પોતાનો જુના ફોટોનો વીડિયો શેર કરી કહ્યું ટુંક સમયમાં કંઇક આવી રહ્યું છે - પ્રિયંકાની છેલ્લી ફિલ્મ

અભિનેતા પ્રિયંકા ચોપરાએ પોતાના જુના ફોટોનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે, ટુંક સમયમાં કંઈક આવી રહ્યુ છે.

Priyanka Chopra
હૉલીવુડ

By

Published : Sep 30, 2020, 12:23 PM IST

મુંબઈ : બૉલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ ભારતીય સિનેમાની સાથે-સાથે હૉલીવુડમાં પણ અનોખી ઓળખ ઉભી કરી છે. તેમજ અભિનેત્રીએ લોકોના દિલ જીતવામાં કોઈ કમી રાખી નથી. હાલમાં અભિનેત્રી તેમના ફ્રેન્સ માટે કાંઈ નવું લઈને આવનારી છે. જેની જાણકારી અભિનેત્રી સતત ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

હાલમાં અભિનેત્રીએ પોતાના જુના ફોટોનો એક વીડિયો શેર કર્યો છે. પ્રિયંકા ચોપરા ક્યારેક મિસ વર્લ્ડ જીતવાનો ફોટો તો ક્યારેક તેમના ટીએનજર્સનો ફોટો શેર કરે છે.અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વીડિયો શેર કરતા કૈપ્શનમાં લખ્યું કે, "અનફિનિસ્ડ " અભિનેત્રીના આ વીડિયો પર ફેન્સ ખુબ જ કમેન્ટ કરી રહ્યા છે. પ્રિયંકાનો આ વીડિયો જોઈને કોઈ અંદાજો લગાવવામાં આવતો નથી કે, પ્રિયંકા ચોપરા ફેન્સ માટે શું લઈ ને આવનારી છે ?

પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રંટની વાત કરીએ તો અભિનેત્રીએ હાલમાં જ એમેઝોન સાથે 2 વર્ષની મલ્ટીમિલિયન-ડૉલર ફર્સ્ટ -લુક ટેલીવિઝન ડીલ પર સાઈન કરી છે.આ વાતની જાણકારી અભિનેત્રીએ તેમના ઈન્સ્ટ્રાગ્રામ પર આપી હતી. તેમજ ટુંક સમયમાં રાજકુમાર રાવની સાથે એક પ્રોજેકેટમાં જોવા મળશે. પ્રિયંકાની છેલ્લી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત શરાફની સાથે મુખ્યભુમિકામાં જોવા મળી હતી. જેમાં પ્રિયંકાએ પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details