ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નિક જોનસે પ્રથમ વખત ભારતમાં હોળીની ઉજવણી કરી

ધુળેટીનો માહોલ ચારે તરફ છે. ત્યારે બી ટાઉન સેલેબ્સ પણ સેલિબ્રેશનમાંથી બાકી રહ્યા નથી. સેલેબ્સે તેમના રંગોવાળા ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી લોકોને હોળીની શુભકામનાઓ આપી છે. પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે પ્રથમ વખત ભારતમાં હોળીની ઉજવણી કરી હતી. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. જેમાં બન્ને રંગોથી રંગાયેલા જોવા મળ્યા હતા. આ બન્નેએ ઇશા અંબાણી પીરામલની હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. તો પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનસ સાથેનો ફોટો શેર કરી લખ્યું હતું કે, નિકની પહેલી હોળી છે.

By

Published : Mar 10, 2020, 7:44 PM IST

નિક જોનસે પ્રથમ વખત ભારતમાં ઉજવી હોળી
નિક જોનસે પ્રથમ વખત ભારતમાં ઉજવી હોળી

મુંબઇ: પ્રિયંકા ચોપરાએ તેના ઇસ્ટ્રાગ્રામ પર નિક સાથેનો ફોટો શેર કર્યો હતો.તો આ સાથે જ તેણે લખ્યું હતું કે, "છેલ્લા કેટલાક દિવસો અમે રંગોમાં રંગાયેલા છીએ. આ વખતે ભારતમાં નિકની પ્રથમ હોળી છે. બધાને હોળીની શુભેચ્છા ".

આ આગાઉ પ્રિયંકા અને નિકે ઇશા અંબાણીના ઘરે હોળી પાર્ટીમાં હાજરી આપી હતી. બન્નેએ ખુબ હોળી રમી. નિક પ્રિયંકાના કપડા સાફ કરતા જોવા મળ્યા હતા. અમેરિકન ગાયક નિક જોનસે પોતાની પત્ની પ્રિયંકા ચોપડા અને તેમના પ્રિય મિત્રોની સાથે ભારતમાં પહેલી વખત હોળી મનાવવા આવ્યો છે. નિકે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોળી સમારંભની ઉજવણીની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. પ્રિયંકાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ પર વીડિયો શેર કર્યો છે, જેમાં નિક પ્રિયંકાના ડ્રેસથી હાથ લૂછતો જોવા મળી રહ્યો છે આ વીડિયોના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું કે ‘અહીં કોને ટોવેલની જરૂર છે...’

ABOUT THE AUTHOR

...view details