પ્રિયંકા ચોપરા હવે ગ્લોબલ આઈકોન બની ગઈ છે. અને તે હવે સમગ્ર દુનિયાની હોટ ફેવરિટ સ્ટાર છે. અને આ વાત એક સર્વેમાં જાહેર થઈ છે. આ સર્વે અનુસાર પ્રિયંકા ચોપરા ટોપ ઈન્ડિયન એક્ટ્રેસ છે કે જે ઓક્ટોબર 2018થી ઓક્ટોબર 2019 વચ્ચે સમગ્ર દુનિયાનાં લોકો પર પોતાનો પ્રભાવ છોડ્યો હોય.વર્ષ 2019માં પ્રિયંકાને 2.74 મિલિયન વખત સર્ચ કરવામાં આવ્યું છે.
સૌથી વધુ સર્ચ થયેલી અભિનેત્રીમાં પ્રિયંકા ચોપરા અવલ્લ, આ અભિનેત્રીઓને પણ પાછળ છોડી - અભિનેત્રી પ્રિયંકા ચોપરા
મુંબઇ : અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ ગોલ્ડન અક્ષરોમાં વિશ્વ મેપ પર લખાઇ ગયું છે. ગ્લોબલ આઇકન પ્રિયંકાના ચાહકો ફક્ત ભારતમાં જ નથી પરતું વિશ્વભરમાં છે. હાલમાં જ એક સર્વેમાં આ વાત સામે આવી છે કે, દુનિયામાં સૌથી વધારે પ્રિયંકા ચોપરાને સર્ચ કરવામાં આવી છે.
ઇન્ટરનેશનલ સ્તરે જોવા મળ્યો દેશી ગર્લ પ્રિયંકાનો જાદુ
પ્રિયંકા ચોપરાને દર માસે 4.2 મિલિયન લોકો સર્ચ કરે છે. તો અન્ય બોલીવુડ અભિનેત્રીના નામ લેવામાં આવે તો પ્રિયંકા બાદ સની લિયોની તથા દીપિકા પાદુકોણનું નામ સામેલ છે.પ્રિયંકાની વાત કરવામાં આવે તો તે પ્રથમ ભારતીય અભિનેત્રી છે કે જેણે અંતરાષ્ટ્રીય સ્તર પર આટલી બધી પસંદ કરાઈ છે.
આ અગાઉ અમેરિકાની પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝીને વિશ્વમાં 10 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પ્રિયંકાનું નામ સામેલ હતું.