બોલીવુડની હોટ અભિનેત્રી પરિણીતી ચોપરાનો આજે 30મો જન્મદિવસ છે. તો ચાલો આજે અમે તમને જણાવી પરિણીતીની રસપ્રદ વાત ફિલ્મ 'લેડીઝ રિકી બહલ', 'ઈશકઝાદે', 'શુદ્ધ દેશી રોમાન્સ', 'હંસી તો ફંસી', 'ગોલમાલ 4' અને 'નમસ્તે ઈગ્લેન્ડ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
પરિણીતી ચોપરાનો જન્મ 1988માં હરિયાણાના અંબાલામાં થયો હતો. પરિણીતી પ્રિયંકા ચોપરાની કઝિન બહેન છે. પરિણીતીનો અભ્યાસ કૉન્વેટ જિસીસ એન્ડ મૈરીમાં થયો છે. ત્યારબાદ 17 વર્ષની ઉંમરમાં વધુ અભ્યાસ માટે લંડન ગઈ હતી.
પરિણીતીએ મૈનચેસ્ટર બિઝનેસ સ્કૂલથી બિઝનેસ, ફાઈનાન્સ અને ઈકોનોમિક્સમાં ત્રિપલ ઓનર્સની ડિગ્રી મેળવી છે. 2009માં તે ભારત પરત આવી હતી.
ત્યારબાદ તે બહેન પ્રિયંકા પાસે આવી અને બોલીવુડમાં જવાનો નિર્ણય લીધો હતો. પરિણીતીએ વર્ષ 2011માં આવેલી ફિલ્મ 'લેડીઝ વર્સેઝ રિકી બહેલ'થી ફિલ્મી કેરિયરની શરુઆત કરી હતી.જેમાં તેમને બેસ્ટ ડેબ્યૂનો ફિલ્મ ફેર એવોડ મળ્યો હતો. ત્યારબાદ પરિણીતી ફિલ્મ ઈશ્કઝાદેમાં લીડ રોલમાં જોવા મળી જેમાં તેમને બેસ્ટ અભિનેત્રીનો નેશનલ ફિલ્મ જૂરી એવોર્ડ મળ્યો હતો.આ ફિલ્મમાં પરિણીતી અભિનેતા અર્જુન કપુર સાથે જોવા મળી હતી. જેમાં બંનેની જોડી લોકોને ખુબ પસંદ આવી હતી.
ETV BHARAT સિતારા તરફથી પરિણીતી ચોપરાને જન્મદિવસની હાર્દિક શુભકામના