મુંબઈઃ પરેશ રાવલનું એક ટ્વિટ ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે. જેના પર અભિનેતાના ચાહકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. ખરેખર, અભિનેતાએ ટ્વીટમાં પોતાના ચાહકોને અપીલ કરી છે કે આપણે કલાકારોને એન્ટરટેનર કહેવું જોઈએ અને આપણી સૈન્ય અને પોલીસને હીરો કહેવા જોઈએ. પરંપરાગત રીતે, ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળતા અભિનેતાઓને મોટાભાગે 'હીરો' કહેવામાં આવે છે.
ભારતીય સેનાને અને પોલીસને સાચા હીરો કહેવા જોઈએઃ પરેશ રાવલ - પરેશ રાવલ ટ્વિટ
પરેશ રાવલનું એક ટ્વિટ ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે. જેના પર અભિનેતાના ચાહકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. ખરેખર, અભિનેતાએ ટ્વીટમાં પોતાના ચાહકોને અપીલ કરી છે કે આપણે કલાકારોને એન્ટરટેનર કહેવું જોઈએ અને આપણી સૈન્ય અને પોલીસને હીરો કહેવા જોઈએ.
તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે 'આપણે કલાકારોને એન્ટરટેનર કહેવા જોઈએ અને આપણી સૈન્ય અને પોલીસને હીરો કહેવા જોઈએ. જેથી આપણી આવનારી પેઢી વાસ્તવિક હીરોનો અર્થ જાણી શકે.'
20 મિનિટમાં, આ ટ્વિટ 2 હજાર વખત શેર કરવામાં આવ્યું હતું. જ્યારે 6 હજારથી વધુ યૂઝરે તેને પસંદ કર્યું હતું. આ ટ્વિટની ટિપ્પણીમાં, યૂઝર પરેશ રાવલના આ વિચારની પ્રશંસા કરી રહ્યાં છે. ઘણા ચાહકોએ તેમને સલામ કરી છે કે, તે આ અવાજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉભા કરી શકે છે. પરેશ રાવલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તાજેતરમાં જ પરેશ રાવલ પ્રખ્યાત લેખક રામચંદ્ર ગુહા પર કટાક્ષ કરવાના કારણે ચર્ચામાં રહ્યાં હતા.