ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રાહત ફતે અલી ખાનને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કર્યા સન્માનિત - bollywoodnews

મુંબઈ: બોલિવુડ સિંગર રાહત ફતે અલી ખાનને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બૉલિવુડ અને હૉલીવુડ મ્યૂઝિકમાં યોગદાન માટે ડૉક્ટર ઓફ મ્યૂઝિકની ડિગ્રી આપી છે. રાહત ફતે અલીએ 50થી વધુ ટીવી સીરિયલ અને 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે.

રાહત ફતે અલી ખાનને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કર્યા સન્માન્તિ

By

Published : Jun 28, 2019, 11:11 AM IST

તમણે કહ્યુ કે, તેઓ એક એવા કુટુંબમાં જન્મ્યા હતા. જે દક્ષિણ એશિયન મ્યુઝિક પરંપરાને આગળ વધારવા માટે કામ કરતા હતા. તેમણે 7 વર્ષની ઉંમરે તાલીમની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં 50 થી વધુ મ્યુઝિક આલ્બમ રિલીઝ કર્યા છે.

તેમણે સમગ્ર દુનિયામાં હાઈ પ્રોફાઈલ કોન્સર્ટ્સમાં પર્ફોમન્સ કર્યુ છે.તેમની એક ગ્લોબલ ફૉલોઈન્ગ છે. આજ સુધીમાં તેમના ગીત પર એક બિલિયન વ્યૂ આવ્યા છે. રાહત ફતે અલીએ ક્હ્યુ કે, હું આ ઉપલ્બધિથી ખુશ છુ કે, મે મ્યુઝિકમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

રાહત ફતે અલી ખાન

રાહત ફતે અલી ખાન ઓક્સફોર્ડ ટાઉનહૉલમાં પણ પરફોમન્સ આપશે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ રાહતના સન્માન માટે એક મ્યૂઝિક હોલનું નામ પણ રાખ્યું હતુ. રાહત ફતી અલી તેમજ અન્ય 8 લોકોને પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ સન્માનિત કર્યા છે.

રાહત ફતે અલી ખાન ટ્વિ્ટ

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ રાહત ફતે અલી ખાન વિશે કહ્યુ કે, તે એક એવા પાકિસ્તાની સિંગર છે. જેમણે મુસ્લિમ સૂફિયોના પવિત્ર મ્યૂઝિક ક્વાલીમાં સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ સેરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ફાઉન્ડર અને ચેરમેન સાયરસ પૂનાવાલાને પણ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ માનવતા માટે સન્માનિત કર્યા છે.

રાહત ફતે અલી ખાન

ABOUT THE AUTHOR

...view details