લોસ એન્જિલિસ: બ્રિટિશ એકેડેમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સ (BAFTA Award 2022) એ આ મહિનાની શરૂઆતમાં સ્વર્ગસ્થ લતા મંગેશકર અને દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જ્યારે 2022ના ઓસ્કર (Oscar 2022) સમારોહમાં ભારતીય સિનેમાંના આ બે દિગ્ગજ કલાકારોને યાદ કરવામાં આવ્યાં ન હતાં.
સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સેલો અવતાર: 2021માં ઓસ્કરમાં અભિનેતા ઇરફાન ખાન, ઋષિ કપૂર, સુશાંત સિંહ રાજપૂત અને ઓસ્કર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાને તેના શ્રદ્ધાંજલિ વિભાગમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સંજોગોમાં દિલીપ કુમાર અને લતા મંગેશકર જેવા હિન્દી સિનેમાના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ ન આપવા બદલ ચાહકો સોશિયલ મીડિયા (Social Media) પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
ઈન મેમોરીયમ' વિભાગમાં આ નામોને યાદ કરાયા: સિડની પોઇટિયર, બેટી વ્હાઇટ, કાર્માઇન સેલિનાસ, ઓલિવિયા ડુકાકિસ, વિલિયમ હર્ટ, નેડ બીટી, પીટર બોગદાનોવિચ, ક્લેરેન્સ વિલિયમ્સ III, માઈકલ કે વિલિયમ્સ, જીન-પોલ બેલમોન્ડો, સેલી કેલરમેન, યવેટે મિમેક્સ, સોની ચિબા, સાગિનો ગ્રાન્ટ, ડોરોથી જેવા કલાકારો અહીંના ડોલ્બી થિયેટરમાં આયોજિત એક કાર્યક્રમમાં 'ઈન મેમોરીયમ' વિભાગમાં આ નામોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.