મુંબઇઃ બૉલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ અહૂજાના લગ્નને આજે (8 મે) બે વર્ષ પુરા થયા છે. લોકડાઉનને કારણે આ કપલ ઘરમાં સેલિબ્રેશન કરી રહ્યા છે.
આ ખાસ પ્રસંગે સોનમ કપૂરે પોતાના સોશિયલ મીડિયા પર આનંદ સાથેનો 4 વર્ષ જૂનો એક ફોટો શેર કરતા પોતાના દિલની વાત કરી હતી.
સોનમે પતિ માટે લખ્યું કે, આ આપણી બંનેનો સાથેનો પહેલો ફોટો છે. 4 વર્ષ પહેલા હું આ વ્યક્તિને મળી હતી, જે જટિલ યોગાને ખૂબ જ સરળ બનાવતો હતો. જે બિઝનેસની વાતો ખૂબ જ સરળતાથી કરતો હતો. તે ઉપરાંત તે અવિશ્વસનીય રુપે તેને ખૂબ જ શાંત પણ લાગતો હતો.
સોનમે આગળ લખ્યું કે, તમારી કરુણા, દયાળુ, ઉદારતા અને સ્માર્ટનેસના તો શું વખાણ કરું... આ ચાર વર્ષોમાં મારી સાથે હંમેશા રહેવા માટે તમારો આભાર...