સાંસદ નુસરત જહાંની તબિયતમાં સુધારો, હોસ્પીટલમાંથી ઘરે પરત ફરી - nusrat jahan gets discharge from hospital
મુંબઇ: તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંને કલકત્તાની અપોલો હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે તબિયતમાં સુધારો થતાં તેને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
નુસરત જહાંની તબિયતમાં સુધારો, હોસ્પીટલમાંથી રજા આપી દેવાઇ
નુસરતને રવિવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. બંગાળી સિનેમાનું જાણીતું નામ એવી નુસરત પશ્ચિમ બંગાળના બશીરહાટથી 2019માં લોકસભાની ચૂંટણી લડી હતી. કલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથેના લગ્નને કારણે પણ તે ચર્ચામાં આવી હતી.