તૃણમુલક કોંગ્રેસના સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાંને અપોલો હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. હાલ તેમની તબિયતમાં સુધારો નોંધાયો છે. જેથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. આ વાતની માહિતી તેમની પીઆર ટીમે આપી. નુસરતને રવિવારે 17 નવેમ્બરે રાતે 9:30 કલાકે હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમને શ્વાસ લેવામાં સમસ્યા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
નુસરત જહાંની તબિયતમાં સુધારો, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ - nusrat-jahan age
મુંબઈઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાંને મેડેસિન ઓવરડોઝ કેસમાં કોલકાત્તાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ તેમની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
nusrat-jahan news nusrat-jahan tiktok nusrat-jahan-work nusrat-jahan life nusrat-jahan age નુસરત જહાં
નુસરત જહાં બંગાળી સિનેમાનું જાણીતુ નામ છે. તેઓ પહેલીવાર સાંસદ બન્યા છે. પશ્ચિમ બંગાળની બશીરહાટ બેઠક પરથી 2019 લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમણે નિખિલ જૈન સાથે લગ્ન કરતા ઘણા વિવાદ અને ચર્ચામાં રહ્યા હતા.