ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી અને લોકસભા સાંસદ નુસરત જહાં બની માતા, ચાહકો બાળકની એક ઝલક જોવા તલપાપડ - બાળકની એક ઝલક

અભિનેત્રી અને લોકસભા સાંસદ નુસરત માતા બની છે. તેણીએ એક પુત્રને જન્મ આપ્યો છે. નુસરત જહાંને 25 ઓગસ્ટના રોજ કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ નુસરત અને બાળક બન્ને સ્વસ્થ હોવાનું માહિતી મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, નુસરતને અભિનેતા યશ દાસગુપ્તા હોસ્પિટલ લઈ ગયા હતા.

નુસરત જહાં બની માતા, ચાહકો બાળકની એક ઝલક જોવા તલપાપડ
નુસરત જહાં બની માતા, ચાહકો બાળકની એક ઝલક જોવા તલપાપડ

By

Published : Aug 26, 2021, 3:48 PM IST

  • અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં માતા બની
  • નુસરતે ખાનગી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો
  • નુસરત યશ દાસગુપ્તા સાથે રિલેશનશિપમાં હોવાના સમાચાર

ન્યૂઝ ડેસ્ક : બંગાળી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં માતા બની છે. મળતી માહિતી પ્રમાણે તેણીએ ખાનગી હોસ્પિટલ ખાતે એક પુત્રને જન્મ આપ્યો છે. નુસરત જહાં પ્રથમ વખત માતા બની છે, નુસરતના ચાહકો આ સારા સમાચારથી ઘણા ખુશ છે. દરેક વ્યક્તિ માત્ર બાળકની પ્રથમ ઝલક જોવા માટે આતુર બની રહ્યા છે.

આ પણ વાંચો:બેલબોટમ સેટ પર ટીમ સાથે ડાન્સ કરતી લારા દત્તા, શેર કર્યો વીડિયો

નુસરતે ડોક્ટર્સને કરી હતી આ વિનંતી

થોડા સમય પહેલા નુસરત જહાં વિશે સમાચાર આવ્યા હતા કે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક મીડિયાના અહેવાલ અનુસાર, દાખલ થયા બાદ નુસરતે ડોક્ટર્સને વિનંતી કરી હતી કે, ડિલિવરી દરમિયાન યશને તેની સાથે રહેવા દે. ઉલ્લેખનીય છે કે, નિખિલ જૈન સાથે લગ્નમાં અણબનાવના સમાચાર વચ્ચે એવા બાબત સામે આવી હતી કે નુસરત યશ દાસગુપ્તા સાથે રિલેશનશિપમાં છે.

આ પણ વાંચો:47 વર્ષીય અભિનેત્રી મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ગ્લેમરસ ફોટો

નુસરત પતિથી અલગ થઈ

નુસરત જહાંએ 2019 માં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા. આ બાદ, બન્નેના અણબનાવોને લઈને 2021માં બન્ને અલગ થઈ ગયા હતા. આ બાદ નુસરતે સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને સતત એક્ટિવ રહેતી વખતે બેબી બમ્પ સાથે પોતાની તસવીરો શેર કરતી હતી. તે જ સમયે, હવે તે જોવાનું રહેશે કે નુસરત તેના બાળકની તસવીર ક્યારે શેર કરે છે.

ABOUT THE AUTHOR

...view details