પટણા: બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તેમની કથિત આત્મહત્યાના કેસની તપાસ કરવાની માંગ હવે તેમના જ શહેર પટનામાં જોર પકડી રહી છે.
આ દરમિયાન સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહનું એક ટ્વિટર એકાઉન્ટ પણ સામે આવ્યું છે, જેના દ્વારા તે પણ તેમના પુત્રના ન્યાયની માંગ કરી રહ્યા છે.
તેઓએ પણ આ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.
સુશાંતના પિતા કે.કે.સિંહએ ટ્વીટ કર્યું છે કે, આજે મારા પુત્ર સુશાંતની આત્મા રડી રહી છે અને સીબીઆઈ તપાસની માંગ કરી રહી છે.
તેમણે બીજા એક ટ્વિટમાં લખ્યું, "મારો પુત્ર સુશાંત સિંહ રાજપૂત ખૂબ બહાદુર હતો. હું જાણું છું કે તે ક્યારેય આત્મહત્યા ન કરી શકે. તેની હત્યા કરીને આત્મહત્યા સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું વિનંતી કરું છું કે સમગ્ર મામલાની સીબીઆઈ થાય. "