ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂત કેસઃ કરણ જોહર સહિત 7 ડિરેક્ટર્સને મુઝફ્ફરપુર સેશન્સ કોર્ટની નોટિસ - સલમાન ખાનને રાહત

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુઝફ્ફરપુર એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજે કરણ જોહર, આદિત્ય ચોપડા સહિત 7 ડિરેક્ટર્સને નોટિસ ઈશ્યૂ કરી છે. આ બધાને 21 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવું પડશે.

સુશાંત સિંહ રાજપૂત કેસ
સુશાંત સિંહ રાજપૂત કેસ

By

Published : Oct 12, 2020, 7:29 PM IST

મુઝફ્ફરપુર: સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુઝફ્ફરપુર એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજે કરણ જોહર, આદિત્ય ચોપડા સહિત 7 ડિરેક્ટર્સને નોટિસ ઈશ્યૂ કરી છે. આ બધાને 21 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવું પડશે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુઝફ્ફરપુર સેશન્સ કોર્ટે કરણ જોહર સહિત 7ને નોટિસ મોકલી

21 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા હુકમ

અભિનેતા સુશાંત સિંહ કેસમાં મુઝફ્ફરપુર જિલ્લા અને સેશન્સ કોર્ટમાં 8 ફિલ્મ હસ્તીઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ અંગે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજે કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજીદ નડિયાદવાલા, ભૂષણ કુમાર, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી અને દિનેશ વિજયન સામે નોટિસ ઈશ્યૂ કરી છે. 21 ઓક્ટોબરે ઉપરોક્ત બધાને અદાલતે કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે.

સલમાન ખાનને રાહત

આ કેસમાં સલમાન ખાનના વકીલ સાકેત તિવારી સલમાન વતી કોર્ટમાં હાજર થયા હતા. જેથી આ કેસમાં અદાલતે સલમાન ખાનને રાહત આપી છે અને તેની વિરુદ્ધ નોટિસ ઈશ્યૂ કરી નથી.

ABOUT THE AUTHOR

...view details