મુંબઈ: સિંગર નિકિતા ગાંધીએ સંગીતકાર ભારત ગોયલ સાથે મળીને નવું સિંગલ બહાર પાડ્યું છે. આ ગીતમાં એક છોકરી છુપાઈને એક છોકરાને જોતી હોય તેવું દૃશ્ય છે.
નિકિતા ગાંધીએ તેમનું નવું સિંગલ સોન્ગ ‘કમલી’ બહાર પાડ્યું - નિકિતા ગાંધીએ તેનું નવું સિંગલ સોંગ ‘કમલી’ બહાર પાડ્યું
‘કાફિરાના’ અને ‘આઓ કભી હવેલી પે’ જેવા ગીતોથી પ્રખ્યાત થયેલી બોલીવૂડ સિંગર નિકિતા ગાંધીએ તેનું સિંગલ સોન્ગ ‘કમલી’ બહાર પાડ્યું છે. જેમાં તેની સાથે સંગીતકાર ભારત ગોયલ જોવા મળી રહ્યો છે.
નિકિતા ગાંધીએ તેનું નવું સિંગલ સોંગ ‘કમલી’ બહાર પાડ્યું
નિકિતાએ જણાવ્યું, "ભારતે જ્યારે મને આ ગીત વિશે વાત કરી તો મે તરત ગાવાની હા પાડી દીધી. તેણે આ ગીતના વીડિયોમાં મારી સાથે એક્ટિંગ પણ કરી. મે તો એવું પણ કહ્યું છે કે, તેણે ફિલ્મોમાં કામ કરવું જોઈએ.
નિકિતાએ ભારતના સાહસિક અને બોલ્ડ અંદાજના વખાણ કર્યા હતા. "એડવાન્સ ડાંસ મ્યુઝિક રેકોર્ડિંગ સાથે પણ આ ગીત એટલું જ સુંદર લાગે છે જેટલું ગિટાર સાથે સામાન્યપણે ગણગણતી વખતે લાગે છે. આ ગીત તમામ ઉંમરના દર્શકોને ગમશે." નિકિતાએ જણાવ્યું.