ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મ્યૂઝિશિયનની કહાની સાંભળી નેહા કક્કડ થઈ ભાવુક, આપશે 2 લાખ રૂપિયાનું ઈનામ

મુંબઈ: ઈન્ડિયન આઈડલ સીઝન 11ની જજ અને સિંગર નેહા કક્કડ ઈન્ડિયન આઈડલ સીઝનના શૂટિંગ દરમિયાન એક મ્યૂઝિશિયનની કહાની સાંભળી ભાવુક થઈ હતી, તેમજ 2 લાખ રૂપિયા ઈનામમાં આપવાનો નિર્ણય કર્યો હતો.

Neha Kakkar
Neha Kakkar

By

Published : Dec 31, 2019, 6:12 PM IST

શોના પ્રતિયોગિતમાનાં એક સની હિન્દુસ્તાનીએ સંગીતકાર રોશન અલી સાથે પર્ફોમન્સ આપ્યું હતુ જે દિવંગત મહાન ગાયક નુસરત ફતેહ અલી સાથે પ્લે કરતા હતા. કેટલાક સમય બાદ તેઓને સ્વાસ્થ્યને કારણે ગાયકોની ટીમને છોડવી પડી હતી.

તેમના જીવનની કહાનીએ નેહાને ભાવુક કરી હતી. જ્યારબાદ નેહાએ તેને સહાયતા કરવા વિશે વિચાર્યું હતુ અને ઈનામ તરીકે તેઓને 2 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો.

તેમના સાથી જજ હિમેશ રેશમિયાએ પણ સનીની સરાહના કરી અને કહ્યું કે, 'તમે બધા રિયાલિટી શોના સ્પર્ધકો માટે એક ઉદાહરણ છો. તમારી પાસે કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નથી છતાં પણ તમે પ્રોફેશનલ તરીકે ગાઓ છો જે ઉલ્લેખનીય છે'

સિંગર-કમ્પોઝર વિશાલ દદલાની પણ નેહા અને હિમેશ સાથે ઈન્ડિયન આઈડલ શોને જજ કરે છે. શો વિશે વાત કરીએ તો ઈન્ડિયન આઈડલ છેલ્લા 10 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. શો ના કેટલાયે કન્ટેસ્ટન્ટને બોલીવુડમાં સારી ઓળખ પણ મળી છે.

ઓડિશન રાઉન્ડમાં કન્ટેસ્ટન્ટ અવિનાશને જોઈને નેહા પૂછે છે કે, 'તમારા ચેહરા પર નિશાન છે, શું કોઈ એક્સીડન્ટ થયું હતુ ?' આ વિશે અવિનાશ જણાવે છે કે, 'મારો ચહેરો બળી ગયો હતો. મેં આ આગ જાતે જ લગાવી છે. હું જોઈ શકતો નથી. આ બધાથી પરેશાન થઈ મેં પોતાને આગ લગાવી હતી' આ સાંભળી નેહા રડવા લાગી હતી.

ABOUT THE AUTHOR

...view details