ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી અભિનેત્રી નીતુ સિંઘે યુવાનોને શું આપ્યો મેસેજ ? - Neetu Singh Instagram

હિન્દી સિનેમાના પીઢ અભિનેત્રી નીતુ સિંઘ(Neetu Singh) હાલમાં ફિલ્મોથી ભલે દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ ખૂબ જ એક્ટિવ રહે છે. ટ્વિટર હોય કે ઈન્સ્ટાગ્રામ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓ અવારનવાર નવા નવા ફોટોઝ અને વીડિયોઝ અપલોડ કરીને પોતાની ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. ત્યારે હાલમાં નીતુ સિંઘે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે યુવાનોને એક સંદેશ આપતા નજરે પડી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ
ઈન્સ્ટાગ્રામ

By

Published : Jul 3, 2021, 6:39 PM IST

  • અભિનેત્રી નીતુ સિંઘે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો શેર
  • નીતુ સિંઘે વીડિયો શેર કરી યુવાનોને આપ્યો સંદેશ
  • પોતાના માતાપિતા સાથે દરરોજ વાત કરવા આપ્યો સંદેશ

ન્યૂઝ ડેસ્ક(Bollywood News): અભિનેત્રી નીતુ સિંઘે(Neetu Singh) હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ બાળકોને એક મેસેજ આપી રહ્યા છે કે, તમે આખો દિવસ સોશિયલ મીડિયા પર બિઝી હોવ છો તો પોતાના પરિવારને પણ સમય આપવો જોઈએ. તમારા માતાપિતા સાથે દરરોજ વાત કરો. વર્તમાન સમયમાં તમામ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ બિઝી હોવાથી નીતુ સિંઘે તમામ યુવાનોને આ વીડિયોથી એક મેસેજ આપ્યો છે. જોકે, નીતુ સિંઘનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે અને આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: પીઢ અભિનેત્રી નીતુ સિંહ જોવા મળ્યા નવા જ અંદાજમાં, જુઓ

બૉલિવૂડની અનેક હસ્તીએ નીતુ સિંઘના વીડિયો પર કરી કમેન્ટ

અભિનેત્રી નીતુ સિંઘ અવારનવાર પોતાના નવા લુક્સ અને સોશિયલ મીડિયા પોસ્ટથી ચર્ચામાં રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર બાળકોને મેસેજ આપતો તેમનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નીતુ સિંઘના આ વીડિયો પર બોલિવુડની અનેક હસ્તીએ કમેન્ટ કરી નીતુ સિંઘની વાતને સાચી ગણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details