ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા અર્જુન રામપાલને NCB નું સમન, 16 ડિસેમ્બરે થશે પૂછપરછ - અભિનેતા અર્જુન રામપાલ

એન્ટી ડ્રગ એજન્સીએ 16 ડિસેમ્બરે અર્જુનને પૂછપરછ માટે બોલાવ્યા છે. વધુમાં જણાવીએ તો ડ્રગ્સ કેસ મામલે અર્જુન રામપાલની આ પહેલા પણ પૂછપરછ થઇ ચૂકી છે. એનસીબીએ અર્જુન રામપાલની કલાકો સુધી પૂછપરછ કરી હતી.

NCB again summons Arjun Rampal in drug case
NCB again summons Arjun Rampal in drug case

By

Published : Dec 16, 2020, 7:52 AM IST

  • અભિનેતા અર્જુન રામપાલને NCB નું સમન
  • 16 ડિસેમ્બરે થશે પૂછપરછ
  • ડ્રગ કેસમાં અનેક બૉલિવૂડ સ્ટાર્સની થઇ છે પૂછપરછ

મુંબઇઃ બૉલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન કેસની તપાસ કરી રહેલી નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પોતાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યારે એનસીબીએ બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલને મંગળવારે ફરી એકવાર સમન્સ પાઠવ્યું છે. એન્ટી ડ્રગ એજન્સીએ 16 ડિસેમ્બરે અર્જુનને પૂછપરછ માટે બોલાવ્યા છે.

અર્જુન રામપાલની ફરી એકવાર થશે પૂછપરછ

વધુમાં જણાવીએ તો ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલની પહેલા પણ પૂછપરછ કરવામાં આવી છે. એનસીબીએ અર્જુન રામપાલ સાથે કલાકો સુધી પૂછપરછ કરી છે. અર્જુનની પાર્ટનર ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ પાસેથી બૉલિવૂડમાં કથિત નશીલી દવાઓના ઉપયોગ સંબધે તપાસ બાબતે નવેમ્બરમાં બે વખત પૂછપરછ થઇ ચૂકી છે.

મહત્વનું છે કે, જૂનમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ એનસીબીએ ડ્રગ્સ સાથે જોડાયેલી વ્હોટ્સએપ ચેટના આધારે બૉલિવૂડમાં કથિત નશીલી દવાઓના ઉપયોગની તપાસ આદરી છે.

અનેક બૉલિવૂડ સિતારાની ડ્રગ કેસમાં થઇ છે પૂછપરછ

કેન્દ્રીય એજન્સીએ આ પહેલા રાજપૂતની પ્રેમિકા અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઇ શૌવિક, દિવંગત ફિલ્મ સ્ટારના અમુક કર્મચારીઓ અને અમુક અન્ય લોકોને નારકોટિક ડ્રગ એન્ડ સાઇકોટ્રોપિક સબ્સટાંસેજ (NDPS) એક્ટની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

રિયા ચક્રવર્તી અને અમુક અન્ય આરોપી હાલ જામીનને આધારે બહાર નીકળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details