ગુજરાત

gujarat

ETV Bharat / sitara

National Crush રશ્મિકા મંડન્ના કરી રહી છે ડેટ, જાણો કોની સાથે... - rashmika mandanna vijay devarakonda affair

'નેશનલ ક્રશ' રશ્મિકા મંડન્નાએ (National Crush Rashmika Mandanna) સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. વિજય દેવરાકોંડાના ભાઈ આનંદ દેવરાકોંડાએ પણ એ જ જગ્યા અને સ્થાન પર પોસ્ટ શેર કરતા રૂમર્સ (rumours running) ફેલાયા છે.

National Crush રશ્મિકા મંડન્ના કરી રહી છે ડેટ, જાણો કોણી સાથે
National Crush રશ્મિકા મંડન્ના કરી રહી છે ડેટ, જાણો કોણી સાથે

By

Published : Jan 4, 2022, 1:03 PM IST

હૈદરાબાદઃ સાઉથ અને કન્નડ ફિલ્મોની સુપરસ્ટાર રશ્મિકા મંદન્ના (National Crush Rashmika Mandanna) છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. અભિનેત્રીના ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, તે તેના કો-સ્ટાર વિજય દેવરાકોંડાને ડેટ કરી રહી છે. જો કે બંન્ને એ તેમના સંબંધો વિશે ક્યારેય પુષ્ટિ કરી નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો એ વાતની પુષ્ટિ કરી રહી છે કે, આ કપલ આ દિવસોમાં ગોવામાં સાથે રજાઓ માણી રહ્યું છે.

રશ્મિકાએ તસવીર શેર કરીને ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

રશ્મિકા મંદન્નાએ તેના સોશિયલ મીડિયા પર પૂલ કિનારેથી તેની તસવીર શેર કરીને ફેન્સ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. જે પછી વિજય દેવરાકોંડાના ભાઈ આનંદ દેવરાકોંડાએ એ જ જગ્યા અને સ્થાનની તસવીર શેર કરી. આ 2 તસવીરો (rashmika mandanna vijay devarakonda photo) જોઈને એક્ટ્રેસના ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા કે, રશ્મિકા મંદન્ના હાલમાં વિજય દેવરાકોંડા અને તેના પરિવાર (rumours running) સાથે છે.

બંન્નેએ હંમેશા એકબીજાને માત્ર સારા મિત્રો ગણાવ્યા

ફેન્સને ફિલ્મોમાં રશ્મિકા અને વિજયની જોડી હંમેશા પસંદ (rashmika mandanna vijay devarakonda films)આવી છે. બંન્નેએ 'ગીતા ગોવિંદમ' અને 'ડિયર કોમરેડ' જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ઘણી વખત તેમની વચ્ચેના સંબંધોની ચર્ચાઓ (rashmika mandanna vijay devarakonda affair) સામે આવી ચુકી છે, પરંતુ બંનેએ હંમેશા એકબીજાને માત્ર સારા મિત્રો ગણાવ્યા છે.

રશ્મિકા મંદન્ના ટૂંક સમયમાં હિન્દી ફિલ્મોમાં જોવા મળશે

અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રશ્મિકા મંદન્ના ટૂંક સમયમાં હિન્દી ફિલ્મોમાં જોવા મળવાની છે. તે બિગ બી અને નીના ગુપ્તા સાથે ગુડબાય અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશ મજનૂમાં જોવા મળશે, અને વિજય દેવરાકોંડા તેની આગામી ફિલ્મ 'લિગર' માટે પણ ચર્ચામાં છે, જેમાં તે અનન્યા પાંડે સાથે જોવા મળશે.

આ પણ વાંચો:

Year Ender 2021 : રણબીર-આલિયા સહિતના પાંચ અનમેરિડ કપલે માલદીવ્સમાં રજાઓનો માણ્યો આનંદ

ગર્લફ્રેન્ડ્ર અદિતિ સાથે મોહિત રૈનાએ કર્યા લગ્ન

ABOUT THE AUTHOR

...view details