ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેત્રી નતાશા સુરીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ - નતાશા સુરી

અભિનેત્રી નતાશા સુરીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે જણાવ્યું કે, તે કોઈ કામ માટે પુણે ગઈ હતી, ત્યારબાદ તેની તબિયત લથડી હતી. હાલ તે હોમ કોરેન્ટાઇન છે. કોરોના સંક્રમિત હોવાના કારણે, અભિનેત્રી તેની આગામી વેબ સિરીઝ 'ડેન્જરસ'ના પ્રમોશનનો ભાગ નહી બને. જેથી તે ખુબ જ દુ:ખી છે.

અભિનેત્રી નતાશા સુરી
અભિનેત્રી નતાશા સુરી

By

Published : Aug 9, 2020, 6:30 PM IST

મુંબઈ: દિવસે દિવસે કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.અત્યાર સુધી ઘણા સેલેબ્સ કોરોના વાઇરસથી સંક્રમિત છે તે સામે આવ્યું છે. જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, પાર્થ સમથાન જેવા નામ પણ શામેલ છે. આ પછી, હવે સમાચાર છે કે અભિનેત્રી નતાશા સુરીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. નતાશા આગામી MX પ્લેયરની ‘ડેન્જરસ’ વેબ સિરીઝ માં જોવા મળશે.

આ વેબ સિરીઝમાં નતાશા સુરી પણ લીડ રોલમાં છે.તો તેમની સાથે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળશે.એક્ટ્રેસ થોડા દિવસ પહેલાં મુંબઈથી પુણે ગઈ હતી. ત્યાંથી પરત આવીને તેને નબળાઈ અને તાવ જેવા લક્ષણો દેખાયા હતા. નતાશાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવી હતી.વેબ સિરીઝની પ્રમોશન ઇવેન્ટામાં એક્ટ્રેસ સામેલ નહિ થાય.

એક્ટ્રેસે જણાવ્યું કે," 6 દિવસ પહેલાં માટે એક અર્જન્ટ કામ માટે પુણે જવું પડ્યું હતું. ત્યાંથી આવ્યા પછી મને મારામાં નબળાઈ અનુભવ થવા લાગી હતી. જેથી ત્રણ દિવસ પહેલા મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો હતો. હાલ હું હોમ કોરોન્ટાઇન છું. હાલ મને તાવ અને શરીરમાં નબળાઈ છે. મારી સારવાર ચાલુ જ છે હું ઈમ્યુનિટી બુસ્ટર લઇ રહી છું. હું મારી દાદી અને બહેન સાથે રહું છું આથી તેમનો ટેસ્ટ પણ કરાવીશ."

નતાશા, બિપાશા અને કરણ સિંહ ગ્રોવરની ફિલ્મ 14 ઓગસ્ટે MX પ્લેયર પર રિલીઝ થશે. ફિલ્મની પ્રમોશન ઇવેન્ટ ટૂંક સમયમાં શરુ થશે જેમાં હવે એક્ટ્રેસ સામેલ નહિ થાય. નતાશાએ જણાવ્યું કે, 10 ઓગસ્ટથી પ્રમોશન શરુ થશે અને મને દુઃખ છે કે હું તેમાં સામેલ નહિ થઇ શકું.નતાશા સુરીએ વર્ષ 2016 માં મલયાલમ ફિલ્મ "કિંગ લાયર"થી અભિનયની શરૂઆત કરી હતી.

આ વેબ સિરીઝ MX પ્લેયર પર 14 ઓગસ્ટથી સ્ટ્રીમ થશે.

ABOUT THE AUTHOR

...view details