ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'દબંગ 3': 'મુન્ના બદનામ'નું ટીઝર આઉટ, આ એક્ટ્રેસની સાથે ચુલબુલ પાંડેએ લગાવ્યા ઠુમકા - Bollywood News

મુંબઇઃ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'દબંગ-3'ની સૌ લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મના ગીત રિલીઝ થવાની સાથે જ ટ્રેન્ડમાં છે. સલમાન ખાન ફિલ્મમાં ચુલબુલ પાંડેના પાત્રમાં જોવા મળશે. અત્યારે સલમાનના ફેન્સ ફિલ્મના હીટ આઇટમ નંબર 'મુન્ના બદનામ'ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

'મુન્ના બદનામ'નું ટીઝર આઉટ
'મુન્ના બદનામ'નું ટીઝર આઉટ

By

Published : Nov 29, 2019, 10:08 AM IST

સલમાન ખાને પોતાના આ ગીતનું ટીઝર પણ સોશિયલ મીડિયામાં શેર કર્યું છે. આ ટીઝરમાં સલમાનની સાથે વારિના હુસૈન પણ ઠુમકા લગાવતી જોવા મળી હતી. સલમાને ટીઝર શેર કરતાં લખ્યું કે, 'આવી રહ્યા છીએ બદમાશ ગીત 'મુન્ના બદનામ હુઆ' ની સાથે'

આ ગીતની રાહ જોઇ રહેલા સલમાનના ફેન્સને જણાવીએ કે, આ ગીત 30 નવેમ્બરે રિલીઝ થશે. આ ગીતમાં સલમાન ખાન અને વારિન હુસૈનની સાથે ફિલ્મના ડિરેક્ટર પ્રભુ દેવા પણ જોવા મળશે. આ ગીતને વૈભવ મર્ચન્ટે કોરિયોગ્રાફ કર્યું છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન પ્રભુ દેવાએ કહ્યું હતું કે, સલમાન ખાનની સાથે સ્ક્રીન શેર કરવું એક જાદુ છે. અમે બંને 'મેરા હી જલવા (વોન્ટેડ 2009)'માં સાથે જોવા મળ્યા હતા. હું રાત્રે અરબાઝની પાસે ગયો અને તેમને આ વિશે જણાવ્યું હતું. મેં અરબાઝને કહ્યું કે, અમે 'મુન્ના બદનામ હુઆ' આઇટમ નંબર કરીશું. અરબાઝે મારા આ આઇડિયાને સાંભળ્યો અને ક્હયું, 'તમે સંતુલન ખોઇ બેઠા છો. તમે મને આ માટે ઉઠાડ્યો છે. જો કે, બાદમાં તે આ ગીત માટે તૈયાર થયા અને આ ગીત બનીને તૈયાર પણ થયું.'

ફિલ્મ ‘દબંગ-3’ આ વર્ષે 20 ડિસેમ્બરે રીલિઝ થશે. સલમાન ખાને આ ફિલ્મ માટે કેટલીય તૈયારીઓ કરી છે. ‘દબંગ-3’ માટે સલમાન ખાને પોતાનું વજન પણ ઘટાડ્યું છે. ‘દબંગ-3’માં સાઉથ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ નેગેટિવ રોલમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details