ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મુંંબઈ પોલીસે શેર કર્યું 'ગલી બોય' ફિલ્મનું પોસ્ટર, લોકોને ઘરે રહેવા કરી વિનંતી

કોરોના વાઈરસના અનુસંધાને હાલમાં ચાલી રહેલા લોકડાઉનમાં મુંબઈ પોલીસે "ગલી બોય" ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું અને લોકોને ઘરે રહેવા અપીલ કરી છે.

By

Published : Apr 22, 2020, 11:47 AM IST

Gully Boy
Gully Boy

મુંબઈઃ કોરોના વાઈરસના કારણે લોકડાઉનમાં સૌને ઘરમાં રહીને સાવચેત રહેવા માટે જણવાયું છે. પોલીસ તંત્ર પણ આ કામમાં જોડાયું છે. પોલીસ ફિલ્મી ગીત ગાઈને લોકોને ઘરમાં રહીને સુરક્ષિત રહેવા જણાવી રહી છે. મુંબઈ પોલીસે મંગળવારે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર 'ગલી બોય' ફિલ્મનો એક શોટ શેર કરીને લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળેલા લોકોને ચેતવણી આપી હતી.

મુંબઈ પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર 'ગલી બોય' ફિલ્મનો આલિયા ભટ્ટનો ફોટો શેર કર્યો હતો. આલિયા ભટ્ટનો હસતો ચહેરો અને સાથે પોસ્ટ લખી હતી કે, 'તે ચહેરો જ્યારે તે કહે છે કે, જ્યારે તે લોકડાઉન દરમિયાન ચાલવા જતો હોય છે.'

આ શોટ રમૂજી છે. જેને મુંબઈ પોલીસના ટ્વિટર હેન્ડલ દ્વારા મૂકવામાં આવ્યો છે. જેમાં એબોર્ટ મિશન #StayHome #StaySafe।' લખ્યું છે. કોરોનો વાઈરસના સંકટ સમયે મુંબઈ પોલીસ લોકોને સલામતી એજ સાવચેતી અંગે શિક્ષિત કરવા વિવિધ ફિલ્મોના સંદર્ભો શેયર કરી રહી છે.

તાજેતરમાં જ મુંબઈ પોલીસે એક વિશેષ કોરોના પોસ્ટર શેયર કર્યું છે, જેમાં શ્રદ્ધા કપૂર અભિનીત 2018ના હોરર-ડ્રામા 'સ્ત્રી' ના સંવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં લોકોને ઘરની અંદર જ રહેવા વિનંતી કરી હતી. તેમાં લખ્યું છે કે, "ઓ કોરોના ક્યારેય આવતો નહીં."

ABOUT THE AUTHOR

...view details