ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના નિર્દેશક મુકેશ છાબરાએ અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પી - સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'

સ્વર્ગીય અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના નિર્દેશક મુકેશ છાબરાએ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતા એક ભાવુક પોસ્ટ શેર કરી, છાબરાએ કહ્યું કે ‘ ’ઇન્ડસ્ટ્રીએ એક કિંમતી હીરો ખોયો છે. જેની જગ્યા કોઈ લઇ નહિ શકે.'

સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના નિર્દેશક મુકેશ છાબરાએ અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પી
સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના નિર્દેશક મુકેશ છાબરાએ અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પી

By

Published : Jun 16, 2020, 7:09 PM IST

મુંબઈ: બોલીવુડના પ્રખ્યાત કાસ્ટિંગ ડાયરેક્ટર અને હવે નિર્દેશક મુકેશ છાબડાએ અભિનેતા સુશાંતસિંહને શ્રદ્ધાંજલિ આપતા એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેઓ સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના નિર્દેશક પણ છે.

છાબરાએ ટ્વિટર દ્વારા સુશાંત પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી અને એક ફોટો શેર કર્યો, જેમાં તે અભિનેતાને ગાલ પર કિસ કરી રહ્યા છે. મુકેશએ લખ્યું કે, 'સુશાંત મારા ભાઈ જેવો હતો. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના જેને કેહવા માટે મારી પાસે શબ્દો નથી. સુશાંત ઇન્ટ્રોવર્ડ હતો. પરંતુ ખૂબ જ હોશિયાર અને એટલો ટેલેન્ટેડ હતો કે, શબ્દોમાં કહેવું મુશ્કેલ છે.

વધુમાં તેમણે કહ્યું કે, "ઇન્ડસ્ટ્રીએ એક કિંમતી હીરો ખોયો છે. જેની જગ્યા કોઈ લઇ નહિ શકે. મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે તે હવે નથી રહ્યો, અમારી કયારેય પણ પુરી ના થતી વાતોએ અચાનક બંધ થઇ ગઈ. મને આશા છે કે મારા ભાઈ હવે તું એક સારી જગ્યા પર હશે, હંમેશા તારી યાદ આવશે અને લવ યુ ભાઈ"

અભિનેતાને અંતિમ સંસ્કારમાં મુકેશ છાબડા પણ હાજર રહ્યા હતા. જે મુંબઈમાં કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details