અક્ષય કુમાર તેની પુત્રી સાથે મૉર્નિંગ વૉક પર નિકળ્યા હતાં, જ્યાં તેમને વૃધ્ધ દંપતિ પાસે પાણી માંગ્યું હતું. પરંતુ, વૃધ્ધ દંપતિએ તેમનું સ્વાગત ગોળ રોટલીથી કર્યું.
અક્ષય કુમારની દિકરીને મૉર્નિગ વૉકે શિખવ્યો જીવનનો પાઠ - akhshay kumar news
મુબંઈઃ બૉલીવુડ સ્ટાર્સને તેમના છોકરાઓને લાઈફ લેશન શિખવવા સમય મળતો નથી. અક્ષય કુમારે તેની દિકરી નિતારાને એક વૃધ્ધ દંપતી પાસેથી દયાભાવ શિખવવાની તક મળી હતી.
અક્ષય કુમારે પોતાના ટ્વીટર હેંડલ પર આ દયા ભાવનાનો પ્રસંગ રજુ કરતા લખ્યું કે, મારી દિકરી માટે આજનો મૉર્નિંગ વૉક લાઈફ લેશન બની ગયો હતો. અમે વૃધ્ધ દંપતીના ઘરે પાણી પીવા માટે ગયા, જ્યાં તેમને અમને ગોળ અને રોટલી ખવડાવ્યા. ખરેખર દયાળું બનવા માટે કોઈ સંપતીની જરૂર નથી, બસ દયાભાવ મહત્વનો છે.
મલ્ટિસ્ટારર કૉમડી ફિલ્મ હાઉસફુલ-4 રિલીઝ થઈ છે, જે 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ચુકી છે. આ ઉપરાંત અક્ષય કુમારની આગામી ફિલ્મો 'લક્ષ્મી બૉમ્બ' અને રણવીર સિંહ, અજય દેવગન અને કેટરીના કૈફની સાથે 'સૂર્યવંશી'માં જોવા મળશે. કૉપ-થ્રિલર 'સૂર્યવંશી' 27 માર્ચ, 2020ના રોજ રિલીઝ થવાની છે, જ્યારે 'લક્ષ્મી બોમ્બ' 5 જૂન, 2020ના રોજ રીલિઝ થશે.