ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નિરાધાર પ્રાણીઓનો સહારો બન્યા મોહિત ચૌહાણ , અન્યને પણ કરી અપીલ

લોકડાઉનને કારણે માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ ભૂખથી પરેશાન છે, આવી સ્થિતિમાં પ્લેબેક સિંગર મોહિત ચૌહાણ નિરાધાર પ્રાણીઓનો ટેકો બની રહ્યા છે. મોહિત ચૌહાણ આ દિવસોમાં દિલ્હી છે અને તે તેના પાડોશીઓમાં નિરાધાર પ્રાણીઓને ખવડાવી રહ્યા છે.

By

Published : Apr 7, 2020, 9:19 PM IST

mohit
mohit

શિમલા: એક વૈશ્વિક રોગ બની ગયેલા કોરોના વાઇરસ સામે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આ રોગ દિવસે ને દિવસે ગંભીર બની રહ્યો છે. આ વાઇરસથી મૃત્યુઆંક 70 હજારથી વધુ પર પહોંચી ગયો છે.

એક તરફ, જ્યારે આ રોગ વધુ ગંભીર બનતો જાય છે, તેમ સામાન્ય લોકોથી લઈને પશુઓને પણ મુશ્કેલીઓ વધી રહી છે. લોકડાઉન દરમિયાન સૌથી મોટી સમસ્યા છે, તો તે છે જમવાનો સંકચ.

કોરોના વાઇરસના ચેપથી ઑટો, રીક્ષા સહિત દૈનિક ધોરણે કામ કરતા લોકોની સામે આજીવિકાનું સંકટ સર્જાયું છે. આ ઉપરાંત પક્ષીઓ અને પશુ માટે પણ ખાદ્ય સંકટ પેદા થયું છે.

આવી સ્થિતિમાં બેક સિંગર મોહિત ચૌહાણ નિરાધાર પ્રાણીઓનો ટેકો બની રહ્યા છે. મોહિત ચૌહાણ આ દિવસોમાં દિલ્હી છે અને તે તેના પાડોશીઓમાં નિરાધાર પ્રાણીઓને ખવડાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details