- મિસ યુનિવર્સ 2021 વિજેતા હરનાઝ કૌર સંધુ ભારત આવી
- મુંબઈમાં હરનાઝનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
- હરનાઝે તેમના ભવ્ય સ્વાગત માટે દરેકનો આભાર માન્યો
મુંબઈ:મિસ યુનિવર્સ 2021 વિજેતા (Miss Universe 2021 winner) હરનાઝ કૌર સંધુ (Harnaaz Kaur Sandhu) ભારત આવી ગઈ છે. બુધવારે મોડી રાત્રે મુંબઈમાં હરનાઝનું ભવ્ય સ્વાગત (Grand Welcome Of Harnaaz In Mumbai) કરવામાં આવ્યું હતું. હાથમાં ધ્વજ સાથે, મિસ યુનિવર્સ હરનાઝે તેમના ભવ્ય સ્વાગત માટે દરેકનો આભાર માન્યો હતો.
હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો
ભારતની હરનાઝ કૌર સંધુએ આ વર્ષે 13મી ડિસેમ્બરે ઈઝરાયેલમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો છે. સ્પર્ધામાં પ્રથમ રનર અપ પેરાગ્વેની નાદિયા ફરેરા અને ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાની લાલેલા મસવાને રહી હતી. ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલાને આ વખતે જજ પેનલમાં સામેલ કરવામાં આવી હતી.