ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફેમિના મિસ ઈન્ડિયા રનરઅપ માન્યા સિંહ પહોંચી ઘરે, કહ્યું- ખુલ્લી આંખે સપના જુઓ

ઓટો રિક્ષા ચાલકની પુત્રી માન્યા સિંહે VLCC ફેમિના મિસ ઈન્ડિયા 2020માં પ્રથમ રનરઅપનો ખિતાબ જીત્યો છે. તે તેના ગામ પહોંચી અને કહ્યું કે, જો આપણે ધારી લઈએ તો કંઈ પણ અશક્ય નથી.

ફેમિના મિસ ઈન્ડિયા રનરઅપ માન્યા સિંહ
ફેમિના મિસ ઈન્ડિયા રનરઅપ માન્યા સિંહ

By

Published : Mar 4, 2021, 11:11 AM IST

Updated : Mar 4, 2021, 4:13 PM IST

  • માન્યા સિંહ બુધવારે તેના વતન દેવરિયા જિલ્લા પહોંચી
  • માન્યા કોલેજમાં પહોંચીને બાળકોને ભણવાની પ્રેરણા આપી
  • માન્યાએ ફેમિના મિસ ઈન્ડિયા 2020માં રનરઅપનો ખિતાબ જીત્યો

લખનઉ: ફેમિના મિસ ઈન્ડિયાની રનર-અપ માન્યા સિંહ બુધવારે તેના વતન દેવરિયા જિલ્લા પહોંચી હતી. આ સમય દરમિયાન તેમનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તે કોલેજમાં પહોંચી અને બાળકોને ભણવાની પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે, જો ખુદ પર વિશ્વાસ છે, તો કંઈ પણ અશક્ય નથી.

શિક્ષણ આખી જીંદગી તમારી સાથે રહેશે

માન્યાએ કહ્યું કે, શિક્ષણ એક એવું શસ્ત્ર છે, જે આખી જીંદગી તમારી સાથે રહેશે, તેથી અભ્યાસ તરફ ધ્યાન આપો અને સ્વપ્નો ભૂલશો નહીં અને વધુ મહેનત કરતા રહો. તેમણે કહ્યું કે, મને ગર્વ છે કે તે આ ક્ષેત્રની પુત્રી છે. સફળતામાં માતાપિતા અને પ્રદેશનો મોટો સહયોગ રહ્યો છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કોઈ શોર્ટકટ રસ્તો નથી. આ માટે તમારે સખત મહેનત કરવાની જરૂર છે. તેમણે કહ્યું, મહેનત દ્વારા કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે. હવે આ સમયમાં ગોદળી હોય એટલી જ સોળ કરવાની જરૂર નથી. હવે તેનાથી પગ ફેલાવો અને વિચારો મોટા રાખો. સ્વપ્ન જોવું ખોટું નથી, તેના પર વિચાર કરો અને સમય સાથે આગળ વધો. સફળતા ચોક્કસપણે પ્રાપ્ત થશે.

આ પણ વાંચો:યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત વિકી-માનુષીની આગામી ફિલ્મનું ટાઈટલ મળ્યું

અમે ખુલ્લી આંખોથી સપના જોઈ રહ્યા છીએ: મનોરમા દેવી

આ દરમિયાન તેની માતા મનોરમા દેવીને લોકોથી મળી રહેલો સ્નેહ જોઈને ખૂબ ખુશ જોવા મળી હતી. તેમણે કહ્યું કે, અમે ખુલ્લી આંખોથી સપના જોઈ રહ્યા છીએ. ભગવાન કરે, તે વધુ ઉંચાઈએ પહોંચે. અમારી આર્થિક સ્થિતિ ખરાબ હતી. પરંતુ બાળકોને એવું ક્યારેય ન કહેવું જોઈએ કે આપણે ગરીબ છીએ. અમારી પાસે પૈસા નથી. એમ કહેવાથી બાળકો તૂટી જશે. બાળકોને ટેકો આપવો જોઈએ. મેં પણ એવું જ કર્યું છે.

Last Updated : Mar 4, 2021, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details