મુંબઈઃ બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સોશ્યિલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેતા તેમના અંગત અને વ્યાવસાયિક જીવનના અપડેટ્સ તેમના ફેન સાથે શેર કરે છે.
અનુપમ ખેર દરેક મુદ્દા પર પોતાના વિચારો વ્યક્ત કરે છે. અભિનેતાએ હવે તેના સોશ્યિલ મીડિયા હેન્ડલ પર માઇકલ જેક્સન સાથેની એક ખાસ તસવીર શેર કરી છે. જેની સાથે તેણે એક વાર્તા પણ શેર કરી હતી. તે સમયને યાદ કરતાં અનુપમે કહ્યું કે, માઇકલ જેક્સનને મળવા માટે તેમણે બેરિકેડ્સ તોડી નાખ્યા હતા.
આ ફોટો સાથેના કેપ્શનમાં તેમણે લખ્યું કે, 'આ ફોટોની સ્ટોરી! જ્યારે માઇકલ જેક્સન 1996માં ભારત આવ્યા ત્યારે કેટલાક લોકોને ઓબેરોય હોટલ ગાર્ડન્સ ખાતે મળવા આમંત્રણ આપ્યું હતું. હું તે ભાગ્યશાળી લોકોમાંનો એક હતો. આભાર ભરત ભાઈ શાહ. તે જ સમયે, બગીચામાં ખાસ મહેમાનો માટે બેરિકેડ્સ સાથે એક નાનું સ્ટેજ ગોઠવવામાં આવ્યું હતો. એમજે (માઇકલ) આવ્યા અને તેના બૉડીગાર્ડ્સ સાથે સ્ટેજ પર ઉભા થઈ ગયા હતા. મહેમાનોમાં શાંતિ હતી. હું એ જાદુગર (માઇકલ)ને જોઈ રહ્યો હતો, જેમણે તેમના ઈલેક્ટ્રીફાઈંગ પર્ફોરમન્સથી સમગ્ર યુનિવર્સને મંત્રમુગ્ધ અને સમ્મોહિત કરી દીધું હતું.''
તે થોડાક જ દૂર હતા. હું આ ક્ષણને કેપ્ચર કરવા માંગતો હતો. તેથી મેં બેરિકેડ્સ તોડ્યા, સ્ટેજ પર પહોંચ્યો અને લગભગ માઇકલ જેક્સનને ગળે લગાવ્યો હતો. બોડીગાર્ડ્સ મારી તરફ દોડી આવ્યા હતા અને તેઓએ મને પકડતાંની સાથે જ માઇકલ જેક્સનની સામે ભારત ભાઈએ માઇકલના સૌથી મોટા અભિનેતા તરીકે મને પરિચય કરાવ્યો. માઇકલે તરત નમ્રતાથી મારી સાથે હાથ મિલાવ્યો અને મારો ઇતિહાસ આ ફોટામાં કેદ થયો.''
અનુપમ ખેરએ એક ડાન્સ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેની માતા દુલારી અને ભાઈ રાજુ પણ તેમની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અભિનેતાના ચાહકોએ તે વીડિયો ઘણો પસંદ કર્યો.