- પ્રીતિ ઝિન્ટાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- 'Lakshya'ફિલ્મને 17 વર્ષ પૂર્ણ થતા શેર કર્યો વીડિયો
- પ્રીતિએ ( Preity Zinta )વીડિયોમાં પોતાના અનુભવનો ઉલ્લેખ કર્યો
Preity Zinta એ કરી લદ્દાખમાં શૂટિંગની યાદગાર વાત! 'લક્ષ્ય' ફિલ્મના 17 વર્ષ પૂર્ણ થતાં વીડિયો શેર કર્યો - ફિલ્મ શૂટિંગ
હિન્દી સિનેમાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ( Preity Zinta ) પોતાની કારકિર્દી દરમિયાન અનેક હિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેવી ફિલ્મ એક હિટ ફિલ્મ 'Lakshya' ને આજે 17 વર્ષ પૂર્ણ થયાં તેની યાદગીરીરુપે લદ્દાખમાં ફિલ્મના શૂટિંગ વખતનો એક વીડિયો ( Instagram video ) ચાહકો સાથે શેર કર્યો હતો.
અમદાવાદઃ લિરિલ ગર્લ અને બાદમાં સફળ અભિનેત્રી એવી પ્રીતિ ઝિન્ટા ( Preity Zinta ) હાલમાં તે ફિલ્મોથી ભલે દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે. પ્રીતિ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના અનુભવ શેર કરતી હોય છે. ત્યારે આજે પ્રીતિ ઝિન્ટાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ( Instagram video ) શેર કર્યો છે, જેમાં તેણે ફિલ્મ 'લક્ષ્ય' ( 'Lakshya' ) સાથે જોડાયેલી યાદોને તાજા કરી હતી. આ ફિલ્મને આજે 17 વર્ષ પૂર્ણ થયા હોવાથી પ્રીતિ ઝિન્ટાએ આ વીડિયો શેર કર્યો હતો.