ગુજરાત

gujarat

ETV Bharat / sitara

IFFIમાં સન્માનિત થશે મેગાસ્ટાર રજનીકાંત - france actress isabela happart

પણજી: મેગાસ્ટાર રજનીકાંતને 50માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આઈકન ઓફ ગોલ્ડન જુબલી અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.  IFFIમાં ફ્રેન્ચ અભિનેત્રી ઈસાબેલ હપ્પર્ટને પણ લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડ પ્રદાન કરવામાં આવશે.

IFFIમાં સન્માનિત થશે મેગાસ્ટાર રજનીકાંત

By

Published : Nov 3, 2019, 9:36 AM IST

આ અંગે સુચના અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે શનિવારે ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યુ કે," સિનેમાંમા ઉલ્લેખનીય યોગદાન માટે આ વર્ષે આઈકન ઓફ ગોલ્ડન જુબલી ઓફ IFFI એટલે કે, ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું સુવર્ણ જયંતી પ્રતીક પુરસ્કાર ખ્યાતનામ અભિનેતા એસ રજનીકાંતને આપવામાં આવશે."

રજનીકાંતે આ પુરસ્કાર માટે પસંદગી પામવા બદલ ખુશી વ્યક્ત કરી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. રજનીકાંતે ટ્વીટર પર કહ્યું કે, "ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રતિષ્ઠત આઈકન ઓફ ગોલ્ડન જૂબલી ઓફ અવોર્ડ માટે હું ભારત સરકારનો આભાર માનું છું".


ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર ફ્રેન્ચ અભિનેત્રી ઈસાબેલ હપ્પર્ટને પ્રદાન કરવામાં આવશે.

20 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી ચાલુ રહેનાર ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે 50 મહિલા નિર્દેશકોની વિભિન્ન ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details