જી હા... "મુન્ના ભાઇ MBBS", "લગે રહો મુન્ના ભાઇ" તથા મરાઠી ફિલ્મોમાં બ્લોકબસ્ટર ફિલ્મ કરનાર અભિનેત્રી પ્રિયા બાપટને વિક્કી ખુબ જ હોટ લાગે છે. નાગેશ કુકુનૂરની વેબ સીરિઝમાં "સિટી ઓફ ડ્રિમ્સ"માં મુખ્ય પાત્ર ભજવનાર પ્રિયા, વિક્કી કૌશલને મળવા માંગે છે. તેની ઇચ્છા છે કે, તે વિક્કી સાથે ફિલ્મમાં કામ પણ કરે.
જાણો કોણ છે આ મરાઠી સુપર સ્ટાર જે બની વિક્કી કૌશલની દીવાની... - GUJARATINEWS
મુંબઇ: બ્લોક બસ્ટર ફિલ્મ "સંજુ" તથા "ઉરી"માં શાનદાર પાત્ર ભજવનાર અભિનેતા વિક્કી કૌશલ લોકપ્રિયતા વધી રહી છે. ફક્ત દર્શકોમાં જ નહીં, પરતુ બોલીવુડથી લઇ મરાઠી ફિલ્મોમાં અભિનય કરતી અભિનેત્રીઓ પણ તેની દિવાની બની છે. આ હરોળમાં કેટરીના કેફ બાદ હવે એક નવું નામ પણ જોડાઇ ગયું છે. આ મરાઠી ફિલ્મોની સુપરસ્ટાર અભિનેત્રી પ્રિયા બાપટ પણ અભિનેતા વિક્કી કૌશલની દીવાની બની છે.
ફાઇલ ફોટો
તમને જણાવી દઇએ કે "મસાન", "સંજૂ" તથા "લવ પર સ્કાયર ફૂટ"માં વિક્કીના અભિનયથી તે તેની ફેન બની ગઇ છે. જો કે, વિક્કી કૌશલના ફક્ત અભિનયથી જ નહીં પરતું તે તેના સ્વૈગ તથા તેની પર્સનાલિટી ઉપર પણ ફિદા છે.