ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મિસ વર્લ્ડ માનુષી છિલ્લર કોવિ- 19ને લઈ લોકોને જાગૃત કરશે - માનુષી છિલ્લર ન્યૂઝ

કોરોના વાઈરસને લઈ જાગૃકતા ફેલાવવા માટે ઈન્સ્ટાગ્રામ પર ભારતની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સહિત ત્રણ વિશ્વ સુંદરીઓ ચર્ચા કરશે.

Manushi Chillar
Manushi Chillar

By

Published : Apr 15, 2020, 8:46 PM IST

મુંબઈઃ કોરોના વાઈરસનો કાળો કહેર દિન પ્રતિન વધતો જાય છે. સંકટની આ ઘડીમાં અનેક પોતા પોતાની રીતે મદદ કરી આ જંગ સામે લડવા પોતાનું યોગદાન આપી રહ્યાં છે. કોઈ આર્થિક રીતે તો કોઈ લોકોમાં જાગૃતિ ફેલાવવા આગળ આવી રહ્યાં છે. એવામાં કોરોનાના વધતાં સંક્રમણને સામે લડવાની ચર્ચા કરવા ત્રણ પુર્વ મિસ વર્લ્ડ એક સાથે આવી રહી છે.

કોરોનાના વધતાં સંક્રમણ સામે લડવાની ચર્ચા કરવામાં ભારતની માનુષી છિલ્લર (મિસ વર્લ્ડ 2017), પ્યુટો રિકો સ્ટેફની ડેલ વૈલે (મિસ વર્લ્ડ 2016) અને મેક્સિકોની વૈનેસા પોંસ( મિસ વર્લ્ડ 2018) સામેલ છે.

આ અંગેની ચર્ચામાં માનુષી છિલ્લર કહે છે કે, ' આવા સમયમાં આપણામાંથી કોઈ પણ આપણા સંબંધિત દેશો અને સમુદાયોમાં કોવિડ 19ને લઈ લોકોમાં વધારે માં વધારે જાગૃતિ લાવવાનું કામ કરી શકે છે, જે વાઈરસને રોકવા માટેની ચાવી છે. હું લોકોને કહેવા માંગતી હતી કે આપણે બધા એક સાથે છીએ અને ભારતમાં જે થઈ રહ્યું છે તે દુનિયાના અન્ય હિસ્સાઓમાં પણ થઈ રહ્યું છે.

આજે ઈન્સ્ટાગ્રામ પર થનારી ચર્ચામાં ત્રણે મિસ વર્લડ ખુબસુરતીઓ એક સાથે જોવા મળશે. આ ત્રણેય સુંદરીઓ સમાજીક મુદ્દા જેવા કે, શિક્ષા, માસિક ધર્મ, સ્વચ્છતા, ભેદભાવ, અને જાતિવાદ પર પોતાની ક્ષમતા અનુસાર કામ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details