મુંબઇ : મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ' સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. જેમાં તે અક્ષયકુમાર સાથે જોવા મળશે. માનુષે કહ્યું હતું કે, હાલ તે પોતાની ફિલ્મના એક ગીતનું શૂટિંગ કરી રહી છે.
માનુષી છિલ્લરે 'પૃથ્વીરાજ' ફિલ્મનો ફોટો કર્યો શેર - Mānuṣī chillar
પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે 'પૃથ્વીરાજ' ફિલ્મની નવી તસ્વીર શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ગીતનું શૂટિંગ ચાલુ છે. 'પૃથ્વીરાજ' થી માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પણ જોવા મળશે.
માનુષી છિલ્લર
માનુષીએ ટ્વિટર પર એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે પોતાની મેકઅપ ક્રૂ સાથે જોવા મળી હતી. આ તસ્વીરમાં ફકત તેનો પડછાયો જોવા મળે છે.
ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્રારા દિગ્દર્શિત આ ફિલ્મ રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને તેની વીરતા પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં જોવા મળશે. તેમજ માનુષી તેમની પત્ની સંયોગિતાનું પાત્ર કરી રહી છે. થોડા દિવસ પહેલા માનુષીએ પોતાના 'સંયોગિતા' પાત્રની બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર શેર કરી હતી.