મુંબઇ: અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનું કહેવું છે કે તેમને ખૂબ ગર્વ થાય છે કે યોગ એ દુનિયાને ભારતની એક ભેટ છે અને તેનાથી સમગ્ર વિશ્વના લોકોને ફાયદો થઈ રહ્યો છે.
માનુષીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કહ્યું, 'યોગના અનમોલ અને અગણિત સ્વાસ્થ્ય લાભો છે અને મને ગર્વ છે કે તે દુનિાયાને ભારતની ભેટ છે. યોગ દુનિયાભરના ઘણા લોકોને મદદ કરી છે તેનો સહારો બન્યું છે અને તેમને ઘણી રીતે ફાયદો થયો છે.