હરિયાણા: કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે લોકડાઉનનો આદેશ આપ્યો છે. લોકોને ઘરે રહી સાવચેતી રાખવા માટે સેલેબ્સ વીડિયો શેર કરીને જાગૃતિ ફેલાવી રહ્યા છે. મિસ વર્લ્ડ માનુષિ છિલ્લરે પણ એક વીડિયો શેર કર્યો છે. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરના આગ્રહથી માનુષિએ હરિયાણાના લોકોને ઘરમાં જ રહેવાનો અનુરોધ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે.
હરિયાણના લોકોને કોવિડ-19થી જાગરૂક કરવા આગળ આવી મિસ વર્લ્ડ - કોરોના
હાલના દિવસોમાં ફિલ્મી સ્ટાર કોરોનાથી લોકોને જાગરૂક કરવા સેલ્ફ આઇસોલેશનમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. આ સ્ટાર્સમાં હવે મિસ વર્લ્ડ માનુષિ છિલ્લર પણ જોડાઇ છે. માનુષિએ પોતાના ગૃહરાજ્ય હરિયાણાના લોકોને સાર્વજનિક સ્થળો પર ન જવા અપીલ કરી છે.
માનુષિએ વીડિયોમાં કહ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે, કોરોના વાઈરસે આપણને સંકટ સમયમાં ધકેલી દીધા છે. આપણે સાથે મળીને આનો સામનો કરવાનો રહેશે. હું ઘરે જ રહું છું અને મારા માટે અને મારા પરિવારની સુરક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરી રહી છું. તમે પણ ઘરે જ રહો અને સેલ્ફ આઇસોલેટ રહો. કોરોના વાઇરસથી બચીને જિંદગી બચાવવાનો આ એકમાત્ર ઉપાય છે. માત્ર તમારી પાસે જ દેશને બચાવવાની શક્તિ છે. જવાબદાર બનો, એક એવા નાગરિક બનો જેના પર ભારત નિર્ભર કરે છે.
માનુષિ ‘પૃથ્વીરાજ’ ફિલ્મથી તેનું બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે લીડ રોલમાં છે. આ પિરિયડ ડ્રામા ફિલ્મમાં તે રાજકુમારી સંયોગિતાના રોલમાં છે.