ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રિયંકા-પરિણીતિ બાદ મનીષ પૉલ આપશે 'ફ્રોઝન 2' માં અવાજ - maniesh paul latest news

મુંબઈ: અભિનેતા મનીષ પૉલે આગામી હોલીવુડ એનિમેટેડ ફિલ્મ 'ફ્રોઝન 2' ના હિન્દી વર્ઝનમાં ક્રિસ્ટૉફના પાત્રને પોતાનો અવાજ આપ્યો છે.

maniesh paul

By

Published : Nov 18, 2019, 2:44 PM IST

ફ્રોઝન 2 માટે ડબિંગ કરતા ખુદ મનીષ પૉલે જણાવ્યું કે, 'ક્રિસ્ટૉફનો અવાજ બનવો ખુબ જ ખુશીની વાત છે. મારી પુત્રી આ ફ્રેન્ચાઈઝીની ખુબ જ મોટી ફેન છે, અને હવે મારે માની લેવું જોઈએ કે મને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મને થોડો સમય લાગ્યો હતો નોર્મલ થવામાં'

ડિઝની ઈન્ડિયામાં પ્રિયંકા ચોપડાને પણ કેરેક્ટર એલ્સાને ડબ કરવા માટે કાસ્ટ કરવામાં આવી છે, તો બીજી તરફ પરિણીતિ ચોપરા એનાને અવાજ આપશે. સાઉથમાં સુપરસ્ટાર એકટ્રેસ શ્રુતિ હસન એલ્સાના તમિલ વર્ઝનને અવાજ આપશે.

ક્રિસ બક અને જેનિફર લી દ્વારા ડાયરેક્ટેડ 'ફ્રોઝન 2' ઈન્ડિયામાં 22 નવેમ્બરના રોજ ઈંગ્લિશ, હિન્દી, તમિલ અને તેલુગૂમાં રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details