મલાઈકાએ અર્જુનના જન્મદિવસ પર એક ફોટો શૅર કરતા તેને શુભેચ્છાઓ આપી છે. આ ફોટોમાં મલાઈકા અર્જુનનાં ખભા પર માથું રાખ્યું છે અને બંનેએ એકબીજાનો હાથ પકડ્યો છે. ફોટોમાં તેમની વચ્ચેનો પ્રેમ સાફ દેખાઈ રહ્યો છે. આ ફોટોના કૈપ્શનમાં મલાઈકાએ લખ્યું છે કે, હૈપ્પી બર્થડૅ માઈ ક્રેજી, ઈનસેનલી, ફની અને અમેજિંગ અર્જુન કપૂર.
અર્જુનના બર્થ ડૅ પર મલાઈકાએ શેર કર્યો ખાસ ફોટો ! - Mumbai
મુંબઈઃ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી પોતાના સંબંધને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ આ બંનેને એરપોર્ટ પર સ્પોટ થયા હતા. જ્યાંથી બંને અર્જુનનો બર્થ ડૅ ઉજવવા માટે રવાના થયા હતા.
ફાઈલ ફોટો
જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા અર્જુન કપૂરે મલાઈકા સાથે રીલેશનશીપમાં હોવાની વાત કરી હતી. અર્જુને કહ્યું કે, મલાઈકાની સાથે મને સારુ લાગે છે અને મીડિયા પણ આ વાતને સમજે છે. મીડિયાનો વ્યવહાર ક્યારેય પણ મારી અને મલાઈકા સાથે ખરાબ રહ્યો નથી અને ક્યારેય તેમણે અમારા વિશે ખરાબ લખ્યું નથી. એટલે જ 'ઈંડિયાજ મોસ્ટ વૉંટેડ'ના સ્ક્રીનિંગમાં અમે સામે આવ્યા હતા કારણ કે, મીડિયાએ અમને ખૂબ જ ઈજ્જત આપી હતી.