- બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ફરી આવી ચર્ચામાં
- મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર ભોજન સાથે 2 ફોટો કર્યા શેર
- મલાઈકાએ પોતાની ફિટનેસના રાઝ લોકોને જણાવ્યા
અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા 47 વર્ષની વયે પણ ફિટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે સવાલ એ થાય છે કે, આખરે મલાઈકા કયું ડાયટ ફોલો કરે છે, તો આ વાતની માહિતી આપવા માટે મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના 2 ફોટો શેર કર્યા છે, જેમાં તે સ્વાદિષ્ટ ભોજન જમતી દેખાઈ રહી છે.
આ પણ વાંચો- મારી નાની બહેને મને ક્યારેય ભાઇની કમી મહેસુસ થવા નથી દીધી: અભિનેત્રી મલાઈકા અરોરા
મલાઇકા ભોજન જમીને આનંદ લઇ રહી છે
આ ફોટોમાં મલાઈકાની સામે ઘણું બધું ભોજન પડ્યું છે અને તે તેને જમીને આનંદ લઈ રહી છે. મલાઈકાએ શેર કરેલા આ ફોટોઝમાં તેની સામે 4 બાઉલ પડ્યા છે, જેમાં ફ્રાઈડ રાઈઝ, કોર્ન વેજ અને સલાડની સાથે એક ડિશ પણ રાખવામાં આવી છે, જેને મલાઈકા ભાત સાથે ખાતી જોવા મળી રહી છે.