મુંબઈઃ કોરોના વાઈરસને કારણે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે બૉલિવૂડ સ્ટાર કઈ રીતે સમય પસાર કરી રહ્યાં છે તે સોશિયલ મીડિયામાં દેખાઈ આવે છે. હાલમાં જ અભિનેત્રી અનુષ્કાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જે ફોટોમાં તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે.
અનુષ્કા પરિવાર સાથે વિતાવી રહી છે સમય, દર્શકોને આપી આ સલાહ.. - વિરાટ કોહલી
બૉલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જે તસવીરમાં તે તેમની માતા-પિતા અને પતિ વિરાટ સાથે ગેમ રમતી જોવા મળી રહી છે. આ સાથે અનુષ્કાએ પરિવાર સાથે સમયનો આનંદ લેવાની સલાહ આપી છે.
આ ફોટોમાં અનુષ્કા તેના પિતા કર્નલ અજય કુમાર શર્મા, માતા આશિમા શર્મા અને પતિ વિરાટ કોહલી સાથે દેખાઈ રહી છે. ફોટો કેપ્શનમાં અનુષ્કાએ લખ્યું છે કે, "આ એમના માટે જેમણે અમારી સાર સંંભાળ રાખી છે, ફેમિલી. જેમામાંથી અમે જીંદગીમાં આગળ વધવાનું શીખ્યા, કેવી રીતે ખાવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે લોકો સાથે વાતચીત કરવી, દૂનિયાનો સામનો કેવી રીતે કરવો.. આ બધું જ શિખવ્યું. આ બધી બાબતો સાથે અમારી પરવરિશ થઈ. જે દુનિયામાં આપણે જીવી રહ્યાં છીએ ત્યાં બહુ જ અનિશ્ચિતતા છે, મને વિશ્વાસ છે કે ઘણાં લોકોને પોતાના પરિવાર સાથે રહેવા મળવાનો મોકો મળતો હશે."
વધુમાં અનુષ્કાએ કહ્યું કે, 'હાલ જે પણ સ્થિતિ છે, આ સમયમાં તેમની(માતા પિતા) સારસંભાળ રાખી, ઘર પર રહી, ગેરસમજો દુર કરી, બોન્ડિંગને સ્ટ્રોંગ બનાવી, જીંદગીના સપનાઓને લઈ ચર્ચા કરી, ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાની કામનાઓ સાથે આ પળોને ખુુશી, સ્નેહ, આનંદ, ઉમંગથી પસાર કરો.'