લંડનઃ અભિનેત્રી માહિકા શર્મા હાલ બ્રિટેનમાં છે. બ્રિટેનમાં સમય પસાર કરતી માહિરાનું કહેવું છે કે, તે લોકડાઉન દરમિયાન પોતાને સ્વસ્થ, અનર્જીફુલ, ફિટ અને આકર્ષક રાખવા માટે પોલ ડાસિંંગનો આનંદ લઈ રહી છે.
માહિકા શર્માએ જણાવ્યું કે, 'હાલ જિમ અથવા કોઈ યોગ ક્લસા ખુલ્લા નથી. તેથી હું ખુદને મેન્ટેઈન રાખવા અને એનર્જી જાળવી રાખવા માટે પોલ ડાન્સિંગ કરી રહી છું. જે મને તણાવથી દૂર રહેવા માટે મદદ કરે છે.'
પોલ ડાન્સિંગ અંગે વાત કરતાં તેમણે ઉમેર્યુ કે, 'પોલ ડાન્સિંગની સૌથી સારી વાત એ છે કે તે ખૂબ મજેદાર છે. તમને એવું નથી લાગતું કે, તમે વ્યાયામ કરી રહ્યો છો. આ એનર્જી માટે અને ફિટ રહેવા માટે સારો ઉપાય છે.'
પૂર્વ ટીન મિસ નોર્થઈસ્ટનું માનવું છે કે, પોલ ડાન્સિંગ લોકોમાં આત્મવિશ્વાસ, સ્વતંત્રતા અને શક્તિની ભાવના પેદા કરે છે. જે દરેક કરી શકતા નથી. આ માત્ર શરીર માટે નહી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું છે.