મુંબઇ: બોલિવુડની ડાન્સ ક્વીન માધુરી દીક્ષિત સોશીયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળી રહી છે. અવારનવાર તે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
માધુરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની એક થ્રોબેક તસ્વીર શેર કરી હતી જેના કેપશન માં તેણે એક શાયરી લખી હતી. આ તસ્વીર અને શાયરીને તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
કોરોના વાઇરસ સંક્રમણને લીધે અભિનેત્રી હાલ તેના ઘરે પરિવાર સાથે સમય વિતાવી રહી છે.
માધુરી છેલ્લે ફિલ્મ 'કલંક' અને 'ટોટલ ધમાલ ' માં દેખાઇ હતી. તે ટુંક સમયમાં રિયાલિટી ડાન્સ શો 'ડાન્સ દિવાને'માં દેખાશે.
કવોરેન્ટાઇન પિરિયડમાં અભિનેત્રી ડાન્સ માં રસ ધરાવતા તેના ચાહકોને ઘરમાં ડાન્સ ની પ્રેક્ટિસ કરી પોતાના વીડિયો અપલોડ કરવા જણાવી રહી છે.