ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માધુરી દીક્ષિતે પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં એક ડાન્સ વીડિયો શેર કર્યો - માધુરી દીક્ષિત 'પિંગા ગ પોરી' ગીત પર ડાન્સ

માધુરી દીક્ષિતે પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં બંને અભિનેત્રીઓ સાથે ડાન્સ કરી રહી છે. આ ખાસ વીડિયોની સાથે માધુરી પ્રિયંકાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

માધુરી દીક્ષિતે પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં એક ડાન્સ વીડિયો શેર કર્યો
માધુરી દીક્ષિતે પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર સોશિયલ મીડિયામાં એક ડાન્સ વીડિયો શેર કર્યો

By

Published : Jul 18, 2020, 10:49 PM IST

મુંબઈ: બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજે તેનો 38મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ દિવસે તેમના ફેંસ તેમજ બોલિવૂડ સ્ટાર્સ બર્થ ડેની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ત્યારે, માધુરી દીક્ષિતે પ્રિયંકાને જન્મદિવસની શુભેચ્છા આપતો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં પ્રિયંકા ચોપડા અને માધુરી દીક્ષિત 'પિંગા ગ પોરી' ગીત પર ડાન્સ કરી રહી છે.

માધુરી અને પ્રિયંકાનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેંસ પણ તેના પર કમેન્ટ કરીને પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

માધુરીએ આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું કે, "જ્યારે તું આસપાસ હોય ત્યારે હંમેશા આનંદ આવે છે. મારો પ્રેમ અને તમારા જન્મદિવસની શુભેચ્છાઓ. આ વર્ષને વધુ અને વધુ સારું બનાવો. દરેકને તેમના સપનાઓ પુરા કરવા માટે પ્રેરણા આપો. હેપી બર્થડે રેડ હાર્ટ. "

માધુરીએ આ રીતે તેના જન્મદિવસ પર અભિનંદન આપ્યા. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો તે સમયનો છે જ્યારે પ્રિયંકા ચોપડા તેની ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' ના પ્રમોશન માટે તેના શો પર પહોંચી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, માધુરી દીક્ષિત તાજેતરમાં જ ‘ટોટલ ધમાલ’ અને ‘કલંક’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details