- માધુરી અને રવીનાએ એકસાથે સ્ટેજ પરફોર્મ કર્યું
- બન્ને હોનહાર અદાકારાની નૃત્ય જુગલબંદીથી ચાહકો મંત્રમુગ્ધ
- બન્નેના ડાન્સનો વીડિયો મચાવી રહ્યો છે ધૂમ
અમદાવાદ- માધુરી દિક્ષીત હાલમાં ડાન્સ દિવાને શોને જજ કરી રહી છે. આ શો દરમિયાન માધુરીના ડાન્સ વાયરલ થાય છે જેને લોકોએ ખૂબ જ વખાણ્યાં છે. આ શોમાં હાલમાં જ ખૂબ જ મશહૂર હીરોઈન રવીના ટંડન ( Bollywood Actress Raveena Tandon )ગેસ્ટ તરીકે આવી હતી.
ડાન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે
શો દરમિયાન માધુરી અને રવીનાએ નૃત્યની જુગલબંદી દર્શકોને બતાવી હતી. બન્નેએ સ્ટેજ પર સાથે ડાન્સ (Dance )કર્યો હતો, આ ડાન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે.