ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ધક ધક ગર્લ માધુરીએ પોતાના ભાઈને બાંધી રાખડી, વીડિયો કર્યો શેર - રક્ષાબંધન 2021

સમગ્ર દેશમાં રવિવારે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બોલિવુડની ધક ધક ગર્લ અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ તેના ભાઈને રાખડી બાંધી હતી. ત્યારે માધુરીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

ધક ધક ગર્લ માધુરીએ પોતાના ભાઈને બાંધી રાખડી, વીડિયો કર્યો શેર
ધક ધક ગર્લ માધુરીએ પોતાના ભાઈને બાંધી રાખડી, વીડિયો કર્યો શેર

By

Published : Aug 23, 2021, 1:20 PM IST

  • બોલિવુડ અભિનેત્રી ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
  • માધુરીએ તેના ભાઈને રાખડી બાંધતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા વીડિયો વાઈરલ
  • વીડિયોના બેકગ્રાઉન્ડમાં બહેનાને ભાઈકી કલાઈ પે ગીત વાગી રહ્યું છે

    દેશભરમાં રવિવારે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ પોતાના ભાઈને રાખડી બાંધી હતી. બોલિવુડના કલાકારોએ પણ રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરી હતી. માધુરીએ તેના ભાઈને રાખડી બાંધતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને તેના ફેન્સને ઘણો પસંદ પણ આવી રહ્યો છે.





    માધુરીએ પરંપરાગત રીતે ભાઈની ઉતારી આરતી
    આ વીડિયો શેર કરતા માધુરીએ કેપ્શનમાં લખ્યું હતું કે, તમામ લોકોને રક્ષાબંધનની શુભેચ્છા. વીડિયોમાં માધુરીનો ભાઈ સોફા પર બેઠો છે અને માધુરી રીતરિવાજ મુજબ તેને તીલક કરીને તેની આરતી ઉતારે છે. ત્યારબાદ બંને ગળે મળી રહ્યાં છે. આ સાથે જ વીડિયોના બેકગ્રાઉન્ડમાં બહેનાને ભાઈ કી કલાઈ પે ગીત સાંભળવા મળી રહ્યું છે. તો માધુરીના ફેન્સ પણ બંનેને ઘણી શુભેચ્છા આપી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Actress Madhuri Dixit એ ફરી એકવાર પોતાના ડાન્સથી ફેન્સના દિલ જીત્યાં, વીડિયો થયો વાઈરલ

ABOUT THE AUTHOR

...view details