ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માધુરીનો આઈ ફોર ઈન્ડિયા કોન્સર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ - માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિતનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે આઈ ફોર ઈન્ડિયા કોન્સર્ટ અંતર્ગત એડ શીરન દ્વારા 'પરફેક્ટ' ગીત ગાતી જોવા મળી રહી છે. જેની સાથે તેનો પુત્ર પ્યાનો વગાડી રહ્યો છે. અભિનેત્રીનો આ વીડિયોને તેના ફ્રેન્ડસ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

etv bharat
માધુરીનો આઈ ફોર ઈન્ડિયા કોન્સર્ટનો વિડીયો સોસિયલ મિડીયા પર થયો વાઇરલ

By

Published : May 5, 2020, 8:51 PM IST

મુંબઇ: આખી દુનિયામાં આજકાલ કોરોના વાઇરસ જેવી મહામારીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બોલિવૂડ અને હોલીવૂડના મોટા સ્ટાર્સ મળીને રવિવારે એક ઓનલાઇન કોન્સર્ટમાં ભાગ લીધો હતો.

આ કોન્સર્ટ ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર અને ઝોયા અખ્તરના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. તેનો હેતુ કોરોના વાઇરસ સામે લડતા લોકો માટે પૈસા એકત્રિત કરવાનો હતો. જેના માટે કોન્સર્ટ દરમિયાન ડોનેટ બટન પર ક્લિક કરવાનું હતું, અથવા ગિવ ઈન્ડિયા પેજ પર જઈને ડોનેટ કરવાનું હતું.

બધાની પરફોમેન્સમાંથી એક માધુરી દીક્ષિતનો વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે હોલીવૂડના પ્રખ્યાત સિંગર એડ શીરનનું સૌથી પ્રખ્યાત ગીત 'પરફેક્ટ' ગાતી જોવા મળી રહી છે. વીડિયોમાં માધુરી ઉભા રહીને ગીત ગાઇ રહી છે અને તેનો પુત્ર તેની પાછળ પ્યાનો વગાડી રહ્યો છે. અભિનેત્રીનો આ વીડિયો સોસિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

માધુરી દિક્ષિત ઉપરાંત શાહરૂખ ખાન, કાર્તિક આર્યન, પ્રિયંકા ચોપડા, આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, રિતિક રોશન, મ્યુઝિક ડાયરેક્ટર પ્રિતમ, સિંગર અરિજીત સિંઘ, ટ્વિંકલ ખન્ના, અક્ષય કુમાર, એશ્વર્યા રાય બચ્ચન સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો.

લગભગ ચાર કલાક ચાલેલા આ કોન્સર્ટના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં સેલેબ્સ અને સામાન્ય લોકો પર્ફોર્મ કરતા જોવા મળી રહ્યા છે.

આ કોન્સર્ટમાં, કોઈ ગીત ગઈને, કોઈએ નૃત્ય કરીને લોકોને મદદ માટે અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details