ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બૉલિવૂડ એક્ટર જગદીપનું 81 વર્ષની ઉંમરે અવસાન - સૂરમા ભોપાલી

બૉલિવૂડ અભિનેતા જગદીપનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ફિલ્મ શોલેમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

ETV BHARAT
બૉલિવૂડ એક્ટર જગદીપનું 81 વર્ષની ઉંમરે અવસાન

By

Published : Jul 9, 2020, 4:18 AM IST

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા જગદીપે 81 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું છે. બુધવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જગદીપે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો હતો. લોકો હજૂ પણ શોલેમાં તેમના પાત્રને યાદ કરે છે.

જગદીપના પરિવારના નજીકના મિત્ર નિર્માતા મહેમૂદ અલીએ કહ્યું કે, તેમનું પોતાના બાંદ્રાના નિવાસસ્થાને રાત્રીના 8 વાગ્યે અવસાન થયું છે. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે તે બીમાર હતા.

ફિલ્મ જગતમાં જગદીપ તરીકે જાણીતા આ કલાકારનું સાચું નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું.

જગદીપે લગભગ 400 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ 1975માં આવેલી ફિલ્મ ‘શોલે’ના સૂરમા ભોપાલીનું પાત્ર ફેન્સ આજે પણ યાદ કરે છે.

જગદીપને સૌથી વધુ ઓળખ શોલેમાં સૂરમા ભોપાલીના પાત્રથી મળી હતી. તેમણે શમ્મી કપૂરની ફિલ્મ બ્રહ્મચારી દ્વારા હાસ્ય કલાકાર બનવાની યાત્રા શરૂ કરી હતી.

જગદીપે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત 1951માં બી.આર.ચોપડાની ફિલ્મ અફસાનાથી કરી હતી. આ ફિલ્મમાં જગદીપે બાળ કલાકારની ભૂમિકા નિભાવી હતી.

તેમણે 'પુરાના મંદિર' અને 'અંદાઝ અપના અપના'માં સલમાન ખાનના પિતાનું યાદગાર પાત્ર ભજવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details