મુંબઈઃ સૌના દિલ પર રાજ કરનાર આર.ડી.બર્મન ઉર્ફે પંચમદાની આજે 81મી જન્મજયંતિ છે. આ વિશેષ પ્રસંગે, દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે તેમને યાદ કરીને તેના સોશ્યિલ મીડિયા હેન્ડલ પર ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આરડી બર્મન કે જેમને આપણે બધા પ્રેમથી 'પંચમ દા' કહીએ છીએ. તેમણે લતા મંગેશકરની બહેન આશા ભોંસલે સાથે લગ્ન કર્યા હતા.
ટ્વિટર હેન્ડલ પર લતા દીદીએ તેમના જન્મદિવસ પર પંચમ દાને અભિનંદન આપતા લખ્યું કે, 'નમસ્કાર, આજે આર.ડી.બર્મન એટલે કે પંચમની જન્મજયંતિ છે. જેમણે પોતાના મનોહર સંગીત અને સારા સ્વભાવથી દરેકનું હૃદય જીતી લીધું છે. તે તેમના પિતાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પંચમ અને મારો સંબંધ ખૂબ જ અનોખો હતો. જ્યારે પણ તે ખુશ અથવા ઉદાસ રહેતા તો તેઓ મારી સાથે વાત કરતા હતા.'