મુંબઈઃ અભિનેત્રી લારા દત્તાએ વેબ સીરિઝ 'હન્ડ્રેડ' ના શૂટિંગ દરમિયાન થયેલો અનુભવ શેર કર્યો છે. આ શૉ માં લારાને નવવારી સાડી પહેરીને બાઈક ચલાવવાનું હતુ. જોકે પહેલા તો આ સાંભળતાં જ લાકા ગભરાઈ ગઈ હતી કે સારી પહેરીને બાઈક કેમ ચાલવવું. પરંતુ તેમણે આ પડકારને સ્વીકારી સાડી પહેરી બાઈક ચલાવ્યું હતુ.
લારા દત્તાએ કહ્યું કે, 'હન્ડ્રેડ'માંં સોમ્યા શર્માના રુપમાં મારા સારા અનુભવોમાંનો એક, જેમાં મારે નવવારી સાડી પહેરીને બાઈક ચલાવવાનું હતુ. આ નિશ્ચિત રુપે એવું કામ હતું જે મે કયારેય નહોતું કર્યુ. પહેલાં હું બાઈક ચલાવતી હતી, પરંતુ મુંબઈ આવ્યા બાદ મે ક્યારેય બાઈક ચલાવ્યુંં નહોતું.'