મુંબઇ: લારા દત્તા તેની આગામી કોમેડી એક્સન વેબ સિરીઝ 'હંડ્રેડ' માં પોલીસની ભૂમિકા નિભાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
લારા દત્તા દેખાશે વેબ સિરીઝમાં, ભજવશે પોલીસની ભૂમિકા - લારા દત્તાની વેબ સિરીઝ હંડ્રેડ
લારા દત્તા તેની આગામી વેબ સિરીઝ 'હંડ્રેડ' માં પોલીસની ભૂમિકા નિભાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેત્રીએ કહ્યું કે તેનું પાત્ર પુરુષોની દુનિયામાં ટકી રહેવા માટે કોશિશ કરી રહ્યું છે અને આ તેના વાસ્તવિક જીવનથી સાવ જુદુ છે.
lara dutta
તેનું કહેવું છે કે તેનું પાત્ર પુરુષોની દુનિયામાં ટકી રહેવા માટે સખત મહેનત કરી રહ્યું છે. સિરીઝમાં લારા એસીપી સૌમ્યા શુક્લાના રૂપમાં જોવા મળશે.
આ અંગે લારાએ કહ્યું, "આ શો એક શિથિલ જોડી, અને તેના જીવનમાં આવતી ચઢતી પડતીની મનોરંજક વાર્તા છે. નિર્માતાઓએ મનોરંજક રીતે એક્શન અને હ્યુમરથી જીવંત રાખીને શો ની સ્ક્રિપ્ટીંગ કરી છે.