ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બેલબોટમ સેટ પર ટીમ સાથે ડાન્સ કરતી લારા દત્તા, શેર કર્યો વીડિયો - બેલબોટમ

બોલિવુડ અભિનેત્રી લારા દત્તા હાલમાં પોતાની ફિલ્મ 'બેલબોટમ'ના કારણે ઘણી જ ચર્ચામાં છે. તો લારા દત્તા અત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણી જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ લારાએ ઈન્સ્ટાગ્રામ પર બેલબોટમ ફિલ્મના સેટ પરનો એક વીડિયો શેર કર્યો છે.

બેલબોટમ સેટ પર ટીમ સાથે ડાન્સ કરતી લારા દત્તા, શેર કર્યો વીડિયો
બેલબોટમ સેટ પર ટીમ સાથે ડાન્સ કરતી લારા દત્તા, શેર કર્યો વીડિયો

By

Published : Aug 26, 2021, 12:56 PM IST

  • બોલિવુડ અભિનેત્રી લારા દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • લારાએ બેલબોટમ ફિલ્મના સેટ પરનો વીડિયો કર્યો શેર
  • વીડિયોમાં લારા દત્તા, અક્ષય કુમાર સહિત ફિલ્મના અન્ય કલાકારે કર્યો ડાન્સ

    અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી લારા દત્તાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેની ફિલ્મ બેલબોટમના સેટ પરનો છે. જોકે, આ વીડિયોમાં અભિનેતા અક્ષય કુમાર, અભિનેત્રી લારા દત્તા સહિત ફિલ્મના અન્ય કલાકાર બેલબોટમ ફિલ્મના ટાઈટલ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. હાલમાં આ ફિલ્મ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે.




    વીડિયોમાં લારા દત્તાએ જોરદાર કેપ્શન લખ્યું
    અભિનેત્રી લારા દત્તાએ આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, મેડમ મિશન સક્સેસફૂલ રહા. આ સાથે જ ફિલ્મના સેટ પરનો વીડિયો શેર કરીને લારાએ તેના ફેન્સ સાથે ખુશી વ્યક્ત કરી છે. આપને જણાવી દઈએ કે, કોરોના બાદ આખરે દોઢ વર્ષ પછી સિનેમાઘર ખૂલ્યા છે અને પહેલી જ ફિલ્મ અભિનેત્રી અક્ષય કુમારની બેલબોટમ ફિલ્મ રિલીઝ થઈ છે. અત્યારે આ ફિલ્મ ખૂબ જ કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં લારા દત્તાએ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો છે. લારાના આ લુકના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 47 વર્ષીય અભિનેત્રી મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ગ્લેમરસ ફોટો

ABOUT THE AUTHOR

...view details